તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:ટીમ રિવોલ્યુશનનું આજે ફ્રી દૂધવિતરણ, બાઉન્સર તૈનાત રખાશે

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દૂધના ભાવ વધારાનો અનોખી રીતે વિરોધ કરાશે
  • ગોરવામાં દૂધની 3 હજાર થેલીઓનું વિતરણ કરાશે વડાપ્રધાન સાથેના ફોટાવાળાને 10 થેલી દૂધ અપાશે

દૂધના ભાવ વધારાનાે અનોખો વિરોધ કરવા માટે ટીમ 4 જુલાઈએ રિવોલ્યુશન દ્વારા ગોરવા આઈટીઆઈ નજીક જયનારાયણ સોસાયટી પાસે ભાજપના નેતા-કાર્યકરો અને સામાન્ય વ્યક્તિઓને મફતમાં દૂધ અપાશે. આ દરમિયાન અસામાજિક તત્ત્વો કે સત્તા પક્ષ દ્વારા વિરોધ કરાય તો તેના માટે બાઉન્સર તેમજ પોલીસ બંદોબસ્ત માટે પણ મંજૂરી લેવાઈ છે. સંસ્થા દ્વારા વડાપ્રધાન, મુખ્યમંત્રી, ધારાસભ્યો અને કોર્પોરેટરો સાથે સેલ્ફી લાવનારને 10 થી લઈ 2 થેલી દૂધની અપાશે. જ્યારે જે વ્યક્તિ બહુત હુઈ મહંગાઈ કી માર-અબકી બાર મહંગી સરકાર નારો લગાવશે તેને 1 દૂધની થેલી મફતમાં અપાશે.

ભાવના વધારાના અનોખ વિરોધ અંગે સંસ્થાના સંચાલક સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે, સૌથી વધુ અમુલ ગોલ્ડ જેના પર લિટરે રૂા.4નો વધારો કરવામાં આવ્યો છે. તેની 3 હજાર દૂધની થેલી મગાવવામાં આવી છે. આ ઉપરાંત અસામાજિક તત્ત્વો અથવા તો સત્તા પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવે તો તેના માટે બાઉન્સર અને પોલીસ બંદોબસ્ત માટે પણ પરવાનગી લેવામાં આવી છે.

જોકે મફત દૂધ મેળવવા માટે પણ શરત રાખવામાં આવી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સેલ્ફી ધરાવતો ફોટો હશે તો તે વ્યક્તિને 10 થેલી દૂધ, મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે સેલ્ફી હશે તો 5 થેલી દૂધ, ધારાસભ્ય સાથે સેલ્ફી હશે તેને 3 થેલી અને કોર્પોરેટર સાથેનો ફોટો હશે તો તે વ્યક્તિને દૂધની 2 થેલી મફત આપવામાં આવશે.

જે વ્યક્તિ પાસે કોઈ પણ રાજકારણી સાથેનો ફોટો ન હોય, પરંતુ તે વ્યક્તિ બોલશે કે બહુત હુઈ મહંગાઈ કી માર-અબકી બાર મહંગી સરકાર તો તેને પણ દૂધની 1 થેલી મફતમાં આપવામાં આવશે. ખાસ કરીને તમામ ભારતીય જનતા પાર્ટીના ખેસ અને કાર્ડ લઈને આવશે તેને પણ દૂધની થેલી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...