છેતરપિંડી:સોશિયલ મીડિયામાં કેમેરો વેચવાના બહાને છેતરપિંડી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ESI તબીબના પિતા પાસેથી 6 હજાર ટ્રાન્સફર કરાવ્યા
  • આર્મી કુરિયરથી​​​​​​​ ડિલિવરી કરાશે, કહી નાણાં માગ્યાં

ગોત્રી ઇએસઆઇ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરના પિતા સાથે સોશિયલ મીડિયામાં કેમેરો વેચવાના બહાને 6199ની ઠગાઈ કરાઈ હતી. મેડિકલ ઓફિસર રવિ અજીત વર્માએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, 27 જુલાઇએ તેમના પિતા સોશિયલ મીડિયા પર પ્રોફાઇલની લિંક જોઇ હતી, જેમાં નિકોન કંપનીનો કેમેરો વેચવા મૂકેલો હતો. જેથી ફોન નંબર પર વાત કરતાં સામેની વ્યક્તિએ રૂા.13,500નો ભાવ કહ્યો હતો. ભેજાબાજોએ આર્મી કુરિયર સર્વિસથી ડિલિવરી કરાશે તેમ કહી પેમેન્ટ કરવાનું કહી રૂા.6199નો ક્યુઆર કોડ મોકલ્યો હતો, જેથી તેમણે પૈસા ટ્રાન્સફર કર્યા હતા.

ત્યારબાદ ભેજાબાજોએ બે ટ્રાન્જેક્શનથી પૈસા મોકલવાનું કહ્યું હતું. જેથી તેમણે પૈસા પરત માગતાં ભેજાબાજોએ ઇન્કાર કર્યો હતો અને ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. જેથી તેમણે એનસીસીઆરપી પોર્ટલ પર અરજી કરતાં પોલીસ દ્વારા તેમને જાણ થઇ હતી કે, રાજસ્થાનના ગોવિંદગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં 19 આરોપી પકડાયા છે, જેમાં સિમકાર્ડ મળતાં બંને ભેજાબાજના નંબરો પણ મળ્યા હતા. તપાસમાં મૌસમ સુસ્સન મેવ અને નાહીદ ખુશીમત મેવ નામના ભેજાબાજોએ છેતરપિંડી કરી હોવાનુું બહાર આવતાં પોલીસે બંને સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...