કારેલીબાગ વિસ્તારમાં સોસાયટીના રિડેવલોપ કરવા દરમિયાન 2 સભ્યોએ સોસાયટીના અન્ય સભ્યોની સહી કરી ખોટી ઠરાવબુક બનાવી સોસાયટીના બેંકના એકાઉન્ટમાં પ્રમુખ તરીકે પોતાના નામ દાખલ કરી 51 હજારની બે ફિક્સ ડિપોઝિટ કરાવી લીધી હતી. સોસાયટીના પ્રમુખને જાણ થતાં તેઓએ પાર્થ પટેલ અને હિના પરીખ સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
કારેલીબાગમાં આવેલા સ્કાય હાર્મોનીમાં ભાડાના મકાનમાં રહેતાં સોનલબેન પટેલ શ્રી હરિ એપાર્ટમેન્ટ કો.ઓ.હા.સોસાયટીના 2019થી પ્રમુખ છે અને તેમની સોસાયટીના મંત્રી તરીકે હર્ષદ સોંલકી, ઉપપ્રમુખ તરીકે દામીની પંડ્યા અને સભાસદ તરીકે ભાવેશ શાહ અને સંજય પટેલની નિમણુંક કરાઈ હતી. એપાર્ટેમેન્ટમાં 44 મકાન જર્જરીત હાલતમાં હોવાને કારણે સોસાયટીનું રીડેવલોપ કરવા નિર્ણય લેવાયો હતો. આ બાબતની તમામ કાયદાકીય કાર્યવાહી કરીને બેન્કમાં એકાઉન્ટ ખોલાયું હતું.આ બેન્ક એકાઉન્ટનું સંચાલન માત્ર બે સભાસદ દ્વારા કરાતું હતું.
નવેમ્બર-2022માં સોનલબેનના મોબાઈલમાં ફોનમાં મેસેજ આવ્યો હતો કે સોસાયટીના બેન્ક ખાતામાંથી 51 હજારની એફડી બનાવાઈ છે. અને તેની થોડી જ વારમાં તેઓને મેસેજ આવ્યો હતો કે તેમના બેન્ક એકાઉન્ટમાંથી 51 હજાર રુપિયા ઉપડી ગયા છે. સોનલબેને આ અંગે સોસાયટીના મંત્રીને જાણ કરી હતી અને બીજા દિવસે તેઓ બેન્કમાં તપાસ કરતા તેઓને જાણવા મળ્યું હતું કે પ્રમુખ અને મંત્રીપદે પાર્થ પટેલ અને હિના પરીખનું નામ બોલાય છે. આ બંન્ને લોકોનું એપાર્ટમેન્ટ સોસાયટીમાં છે.બેંકમાં વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે બંન્નેએ નવી ઠરાવબુક અને નવા સિક્કાઓ લઈને 8 લોકોની ખોટી સહી કરીને નવી કમિટી બનાવી બેંકમાં જૂના સભ્યોને રદબાતલ કરવાની ખોટા દસ્તાવેજો રજૂ કરીને 51 હજારની બે એફડી કરાવીને છેતરપીંડી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.