છેતરપિંડી:ઠગ ચિંતન પટેલની ઘર-યુકે વિઝાના બહાને પણ રૂા 5.45 લાખની ઠગાઇ

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઠગાયેલા લોકોએ વાઘોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી
  • પ્રધાનમંત્રી સહિતના આગેવાનોના શુભેચ્છા સંદેશમાં ચેડાં કર્યાંનું બહાર આવ્યું

લોકોને ઓએનજીસીમાં નોકરી અપાવવા તથા કેનેડા મોકલવાના બહાને અંદાજે 25 લાખ કરતા વધુ રકમની ઠગાઇ કરનારા ભાજપના કથિત કાર્યકર ચિંતન ઉર્ફે ચેતન પટેલે વાઘોડીયાના ખેરવાડીના 2 વ્યકતીઓને તપોવન રેસીડેન્સી નામની સ્કીમમાં મકાન અપાવનાના બહાને તથા યુકેના વિઝા અપાવાના બહાને 5.45 લાખ રુપીયા પડાવી લીધા હતા. આ મામલે વાઘોડીયા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. હેઠળ છે.

તપાસમાં બહાર આવ્યું હતું કે, પ્રધાનમંત્રી સહિતના આગેવાનોના શુભેચ્છા સંદેશમાં પણ તેણે ચેડાં કર્યાં હતાં.ખેરવાડીના રહીશ રાકેશભાઇ વિઠ્ઠલભાઇ પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે, ચિંતન ઉર્ફ ચેતન પ્રભુદાસ પટેલે વાઘોડિયા-વડોદરા રોડ ઉપર તપોવન રેસિડેન્સીમાં સસ્તા મકાનો બનાવવાની જાહેરાત આપી હતી. જ્યાં તેની કોઇ જગ્યા ન હોવા છતાં તેને બોગસ જાહેરાત આપી બોર્ડ પણ લગાવેલું હતું.જેથીતેમણે સંપર્ક કર્યો હતો.ચિંતને તપોવન રેસીડેન્સીનું બ્રોશર પણ આપ્યું હતું.

તેમને તથા તેમના સબંધી સુનિલભાઇ પટેલ -હેમંતભાઇ પટેલને મકાન લેવાનું હોવાથી રૂા.1.50 લાખ આપ્યા હતા. પ્રફુલભાઇ પટેલ અને અરવિંદભાઇ પટેલે પણ મકાન બુક કરાવી 1 લાખ આપ્યા હતા.જેથી ચિંતને તેમને રસીદ પણ આપી હતી.

ચિંતને બે વર્ષમાં મકાન તૈયાર થઇ જશે તેમ કહી પણ બાંધકામ શરુ કર્યું ન હતું. અને ચિંતને ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. આ ઉપરાંત વાઘોડીયામાં રહેતા દર્શનભાઇ સદાનંદભાઇ પંજાબીનો ઓરિજનલ પાસપોર્ટ લઇ યુકેના વિઝા અપાવાના બહાને 2.95 લાખ ચિંતને પડાવી કુલ 5.45 લાખની ઠગાઇ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...