તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પેઢીમાંથી બારોબાર ભાગીદારનું નામ કાઢી નાખી રૂા.40.33 કરોડની ઠગાઇ

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કેલા એસોસિએટના ભાગીદાર સલીમ મેમણની બિલ્ડર નિતેશ સામે ફરિયાદ

12 વર્ષ પહેલા જમીનની લે વેચ તથા કન્સ્ટ્રકશન માટે શરૂ કરેલી ભાગીદારી પેઢીમાંથી અન્ય ભાગીદારનું નામ કાઢી નાખી, સુંદરપુરા-ધનયાવી ગામની જમીનોમાંથી પણ ભાગીદાર નો હક જતો કરવા બાબતે બનાવટી લેખ તૈયાર કરી 40.33 કરોડની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ બિલ્ડર નિતેશ પટેલ સામે વરણામા પોલીસમાં નોંધાઇ છે.

સુંદરપુરા-ધનિયાવીની જમીનમાંથી હક્ક જતો કર્યાનો બનાવટી લેખ બનાવ્યો
તાંદલજા રોડ સન્મોદ સોસાયટીમાં રહેતા, 10 વર્ષથી દુબઈમાં જનરલ ટ્રેડિંગ કંપની ચલાવતા સલીમ હમીદભાઇ મેમણે બિલ્ડર નિતેશ મગનલાલ પટેલ (રહે. રોઝડેલ હાઇટસ, વાસણા ભાયલી રોડ)સામે ફરિયાદ નોંધાવી હતી કે 2008માં તેમણે અને નિતેશ પટેલે કેલા એસોસિએટ પેઢી ઊભી કરી જમીનની લે-વેચ- કન્સ્ટ્રકશનનો ધંધો શરૂ કર્યો હતો. તેઓ દુબઈમાં ધંધાર્થે રહેતા હોવાથી વ્યવહારોની સત્તા નિતેશ પટેલને આપી હતી. તેમણે 2017માં નાણાકીય હિસાબોની વારંવાર માંગણી કરતાં નિતેશ પટેલે જવાબ આપ્યો ન હતો .તેમણે આરોપ લગાવ્યો હતો કે નિતેશ પટેલે મળેલો નફો હડપ કરવાના ઇરાદાથી છેતરપીંડી કરી હતી. 2017માં અકોટા વાળી જમીનમાંથી નિતેશ પટેલની તરફેણમાં હક્ક જતો કરવા અંગેનો લેખ તૈયાર કરાયો હતો. જોકે આ લેખમાં નિતેશ પટેલ દ્વારા ધનયાવી અને સુંદરપુરા વાળી જમીનમાંથી પણ સલીમ મેમણનો હક્ક જતો કર્યો છે તેવો બનાવટી ખોટો લેખ તૈયાર કર્યો હતો. આ લેખ એટેસ્ટેડ કરી બંને લેખ તેઓ વડોદરામાં ન હોવા છતાં તે દિવસે પાર્ટનર શીપ ડીડ તૈયાર કરી રજીસ્ટ્રાર ઓફ ફ્રમ્સની ઓફિસમાં રજૂ કરી ખોટા કૂટલેખનના આધારે પેઢીમાંથી તેમનું નામ કમી કરી દીધું હતું.

40 કરોડ સામે 26 કરોડમાં સમાધાન,આપ્યા 50 લાખ
સલીમ મેમણે ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે નિતેશ પટેલે તેમના પૈસા પૂરેપૂરા ચૂકવી આપવા સમાધાનના કરારો પણ કરી આપ્યા હતા અને 40.33 કરોડના બદલે 26 કરોડ આપવાનું નક્કી કરાયું હતું જે પૈકી માત્ર 50 લાખ નિતેશ પટેલે આપ્યા હતા. ધનીયાવી અને સુંદરપુરા ગામ ની જમીનોના વેચાણ દસ્તાવેજ કરી આપવાનું લખાણ કરી ફરી ગયો હતો.

બંને ભાગીદારોની શહેર અને જિલ્લામાં સામસામે ફરિયાદો
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે નિતેશ પટેલે તેના ભાગીદાર સલીમ મેમણ સામે વડોદરા શહેરની ક્રાઇમ બ્રાંચમાં થોડા સમય પહેલા ફરિયાદ નોંધાવી હતી જોકે તેમાં ફરિયાદ ના સમર્થનમાં પુરાવા ન મળતા પોલીસે સમરી રિપોર્ટ કર્યો હતો અને ફરિયાદ દફતરે કરાઇ હતી આ વખતે સલીમ મેમણે વરણામા પોલીસમાં નિતેશ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. બંને ભાગીદારો વચ્ચે શહેર જિલ્લાના પોલીસ સ્ટેશનમાં આમને સામને ફરિયાદો કરાઈ છે.

ભાગીદારીમાં 1125 કરોડની જમીન
સલીમ મેમણે આરોપ લગાવ્યો હતો કે ભાગીદારી પેઢીની જમીનોની વેલ્યુએશન જે તે સમયે 1125 કરોડની હતી. નિતેશ પટેલે તેનો હિસાબ આપ્યો ન હતો. જેથી 2018માં તેમણે પોલીસ કમિશનર કચેરીમાં પણ ફરિયાદ કરી હતી અને ત્યારબાદ જે.પી.રોડ પોલીસ દ્વારા પણ તેમની ફરિયાદની અરજીની તપાસ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો