તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:આવાસ અપાવવાનું કહી 3 જણ સાથે 3.80 લાખની છેતરપિંડી

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફતેપુરાના અર્જુન મારવાડી સહિત 3 ભેજાબાજો સામે ફરિયાદ
  • અન્ય લોકો સાથે પણ ઠગાઇ થઇ હોવાની શંકા આધારે તપાસ

મુખ્યમંત્રી આવાસ યોજનામાં તમને મકાન અપાવી દઈશું તેમ જણાવી એક મહિલા તથા બે પુરુષ પાસેથી 3.80 લાખ પડાવનાર ત્રિપુટી સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી હતી. નવા બજારમાં વજન કાંટા ની દુકાન ધરાવતા નરેશ બાબુભાઈ મારવાડીએ વહિતેશ હરેશ ખેમચંદાણી( રહે વારસયા વીમા દવાખાના પાસે) અર્જુન મારવાડી ( રહે. ફતેપુરા ભાંડવાદા ) ગિરધર શામળ પરમાર( રહે.બાપોદ વુંડાના મકાન પાસે )સામે ફરિયાદ નોંધાવી હતી.

તેમણે જણાવ્યું હતું કે અઢી વર્ષ પહેલા તેના મહોલ્લામાં રહેતો અર્જુન મારવાડી તેની પાસે આવ્યો હતો અને વારસિયામાં રહેતો હિતેશ મુખ્યમંત્રી આવાસ યોજનામાં ફાળવેલ મકાન આપવાનું કામ કરે છે અને તમારે મકાન જોઈતું હોય તો મને કહેજો હું હિતેશ સાથે પરિચય કરાવીશ જેથી તેમણે હા પાડતા બંને જણા તેની પાસે આવ્યા હતા અને મુખ્યમંત્રી આવાસ યોજનાનું મકાન જોઈતું હોય તો એડવાન્સમાં 30 હજાર આપવા પડશે અને બાકીના રૂપિયા ચેકથી આપવા પડશે તેમ જણાવતા તેમણે 30 હજાર રોકડા આપ્યા હતા અને બાકીના ચેક મળી કુલ 1.40 લાખ આપ્યા હતા ત્યાર પછી તેમણે હિતેશ ને મકાન બાબતે પૂછતાં કારેલીબાગ બ્રાઇટ સ્કૂલ પાસે મકાન મળી જશે તેવી હિતેશ એ વાત કરી હતી.

થોડા સમય બાદ હિતેશે તમારું કામ સબસીડી માટે અટકેલ છે તેમ જણાવી મકાન મળી જશે તેમ જણાવ્યું હત. ત્યારબાદ હિતેશ અર્જુન અને ગિરધર પરમાર એમના ઘરે આવ્યા હતા અને તેમની ફોઈની પુત્રી અલકાબેન મારવાડીએ તેમને મકાન લેવા માટે 1.20 લાખ અને ઈદાયત જુનેદાર વહોરા એ તેને 1.20 લાખ હિતેશ ને મકાન લેવા માટે આપ્યા હતા. ત્યાર પછી વારંવાર ઉઘરાણી કર્યા પછી પણ તેમને મકાન આપ્યું ન હતું અને પૈસા પણ પરત ન આપતાં ફરિયાદ નોંધાવી હતી. અન્ય લોકો સાથે પણ ઠગાઈ થઈ હોવાની રજૂઆત તેમણે પોલીસ સમક્ષ કરી હતી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...