તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠગાઇ:રૂા.3.19 લાખનો સામાન ખરીદ્યા બાદ ઇ પેમેન્ટના ખોટા મેસેજ મોકલી ઠગાઇ

વડોદરા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભેજાબાજોએ મોબાઇલ સહિતનો સામાન લીધા બાદ ટ્રાન્જેક્શનના મેસેજ મોકલ્યા
 • શોપના કર્મચારીની 3 ભેજાબાજ સામે ફરિયાદ : સીસીટીવી ફૂટેજ આધારે શોધખોળ

મવીનસ ડેટા પ્રોડકટ પ્રા.લીની બ્રાન્ડેડ મોબાઇલ ફોનની શોપમાં જઇને બ્રાન્ડેડ મોબાઇલ કંપનીઓના મોબાઇલ ઘડીયાળ , ચાર્જર ,ટફન ગ્લાસ અને મોબાઇલ ફોન મળીને રૂા.3,19,478ની ખરીદી કર્યા બાદ ઓનલાઇન પેમેન્ટ ચુકવ્યું હોવાના ખોટા ટેક્સ મેસેજ કરી છેતરપિંડી કરનારા ત્રણ જણા સામે ફરિયાદ નોંધાઇ છે.

ગોરવના ઇનઓર્બીટ મોલમાં બ્રાન્ડેડ કંપનીના મોબાઇલ ફોનની શોપમાં નોકરી કરતા કૌશીક પરમારે ફરિયાદ નોંધાવી હતી કે ગત 25 માર્ચે બપોરે 1 વાગે શોપમાં 2 શખ્સે ઘડીયાળ ખરીદવા આવ્યા હતા. ત્યારબાદ બંને જણાએ ઓનલાઇન પેમેન્ટ મોડથી પેમેન્ટ ચુકવીશું તેમ કહી કયુ આર કોડ માંગ્યો હતો અને તે કયુ આર કોડનો ફોટો પાડી કોઇને ફોન કર્યો હતો અને થોડી વારમાં શોપના મોબાઇલ ફોન ઉપર રૂા.51480 રિસીવ થયાનો મેસેજ આવ્યો હતો. જેથી બંનેને બિલ બનાવી અપાયું હતું.ં ત્રીજા શખ્સ બ્રાન્ડેડ મોબાઇલ ફોન બતાવાનું કહેતા કર્મચારીએ તેને ફોન બતાવ્યા હતા, તેણે પણ ઓનલાઇન પેમેન્ટથી પેમેન્ટ કરવા કયુઆર કોડનો ફોટો પાડી ભાઇને મોકલીશ તો તે પેમેન્ટ કરી આપશે તેમ કહ્યું હતું અને ત્યારબાદ તેણે કોઇને ફોન કરતા બે મેસેજ આવ્યા હતા અને 267998 રુપીયા રીસીવ થયાના બંને મેસેજ હતા. અને તે 2 મોબાઇલ ફોન,લઇને જતો રહ્યો હતો. ત્યારબાદ 27 માર્ચે કર્મચારી કૌશીકભાઇને સુરત હેડઓફિસથી ફોન આવ્યો હતોકે એક ઘડીયાળ, 2 મોબાઇલ ફોન, 2 ટફન ગ્લાસ અને 4 ચાર્જરનું બિલ રૂા. 3,19 લાખનું પેમેન્ટ મળ્યું નથી. તેમણે બેંકમાં તપાસ કરતાં ઠગાઇનો ભાંડો ફૂટયો હતો. પોલીસે શોપના સીસીટીવીના ફૂટેજ આધારે ત્રિપુટીની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો