વિરોધ:પડતર માગણીઓને લઇને વડોદરાની સયાજી હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રગટ કર્યો હતો - Divya Bhaskar
કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રગટ કર્યો હતો
  • કર્મચારી મહામંડળ આશ્ચર્યજનક કાર્યક્રમો આપીને આંદોલનને આગળ ધપાવશે

રાજ્ય સરકારના ચોથા વર્ગના કાયમી કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે સરકારમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ ઉકેલ ન આવતા કર્મચારી મહામંડળ દ્વારા સરકાર સામે આંદોલન શરૂ કર્યું છે, જેના ભાગરૂપે આજે કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રગટ કર્યો હતો. જેના ભાગરૂપે સયાજી હોસ્પિટલમાં ચોથા વર્ગના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવી પોતાની ફરજ નિભાવી હતી.

કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, ચોથા વર્ગના કર્મચારીઓના કેટલાય સમયથી તેઓના સાતમા પગાર પંચ સહિતના કેટલાક પડતર પ્રશ્નો અંગે રાજ્ય સરકાર ગાંધીનગર ખાતે લેખિત તેમજ મૌખિક ગુજરાત રાજ્ય ચોથા વર્ગના કર્મચારી મહામંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે. પરંતુ. રાજ્ય સરકારના વહીવટી અધિકારીઓ દ્વારા હજી સુધી કોઈ યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો નથી. જેને લઇને ચોથા વર્ગના કાયમી કર્મચારીઓમાં ભારે રોષની લાગણી વ્યાપી છે અને રાજ્ય સરકારના વહીવટી સત્તાધીશોનો ઢીલી નીતિના વલણ સામે એકાએક રોષ ફાટી નીકળ્યો છે.

3 દિવસ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવશે
પડતર માંગણીઓનો જલ્દી અને યોગ્ય ઉકેલ આવે તે માટે રાજ્યકક્ષાના ચોથા વર્ગના કર્મચારી મહામંડળના પ્રમુખ અનિલ બાબરીયા, દીપેશ સોલંકી અને મહામંત્રી કનુભાઈ સોલંકી દ્વારા ગાંધીનગર ખાતે લેખિત રજૂઆત કરી છે અને આ મામલે ઉકેલ નહીં આવતા આંદોલન કરવા માટેનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું હતું. જેને પગલે સરકારી અધિકારીઓ દ્વારા કોઇ યોગ્ય નિકાલ ન આવતા ચોથા વર્ગના કર્મચારી મહામંડળ દ્વારા અહિંસક આંદોલનના મંડાણ શરૂ કર્યાં છે, જેના ભાગરૂપે તારીખ 16 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી ત્રણ દિવસ સુધી કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

સરકારમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી
સરકારમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી

આશ્ચર્યજનક કાર્યક્રમો આપીને આંદોલનને આગળ ધપાવશે
વડોદરા શહેરનની સરકારી હોસ્પિટલ સયાજીમાં ફરજ બજાવતા ચોથા વર્ગના કર્મચારીઓએ કર્મચારી મહામંડળના નિર્ણયને પગલે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો અને તેઓએ પોતાની ફરજ બજાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસ સુધી જો કોઈ નિર્ણય નહીં આવે તો કર્મચારી મહામંડળ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમો આપીને આંદોલનને આગળ ધપાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...