વડોદરા શહેરના એ.જી.રોડ સ્થિત એક જ્વેલર્સની દુકાનમાંથી અંકુર પાઠક અને પત્ની અંકિતા પાઠકે (રહે. આર્કોન અભય એપાર્ટમેન્ટ, કારેલીબાગ, વડોદરા) વર્ષ 2019માં 1 લાખ 50 હજારની કિંમતના સોનાના દાગીના ખરીદ્યા હતા. આ બિલની ચુકવણી માટે ચેક આપ્યા હતા. જે બાઉન્સ થતાં જ્વેલર્સ દ્વારા અંકુર અને અંકિતા પાઠક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બંને આરોપીઓ ધરપકડથી બચવા સુરતમાં છુપાયા હતા. જેથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ચાર વર્ષથી ફરાર પાઠક દંપતીને સુરતમાં સમર્થ એન્કલેવ એપાર્ટમેન્ટ, વેસુ, સુરતથી ઝડપી લીધા હતા.
ઓનલાઇન ડિસ્કાઉન્ટની લાલચમાં ફોટોગ્રાફરે 1 લાખ ગુમાવ્યા
વડોદરા શહેરના બાજવા રોડ ખાતે રહેતો વિક્રમસિંહ ફોટોગ્રાફરનો વ્યવસાય કરે છે. તેઓએ સાયબર મથકમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર વર્ષ 2020 દરમિયાન ફેસબુક ઉપર સૂરજ દવે નામની વ્યક્તિએ ઓનલાઇન શોપિંગના માર્કેટિંગ અને ડીલરશીપની વાત જણાવી હતી. વોટ્સઅપ ઉપર ઇલેક્ટ્રોનિક આઈટમ વેચવા મૂક્યાની એ વન ઓનલાઇન એપ્લાયન્સ લિંક શેર કરી હતી. તે લિંક પરથી ખરીદીમાં 30 ટકા ડિસ્કાઉન્ટની ઓફર કરી સોની કંપનીનો 2.13 લાખનો કેમેરો 1.49 લાખમાં મળશે તેવું જણાવવામાં આવ્યું હતું. બાદમાં વહેલો કેમેરો મેળવવા બોમ્બેના ડીલર પાસેથી કેમેરો છોડાવવા સહિતના કારણોસર અલગ અલગ તારીખે કુલ રૂપિયા એક લાખ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ આજ દિન સુધી કેમેરાની ડીલેવરી મળી નથી. સાથે પૈસા રિફંડ માટે અલગ અલગ બહાના બતાવે છે. આ અંગે આખરે ફોટોગ્રાફરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.
કારેલીબાગમાં એક્ટિવા ડિવાઇડર સાથે અથડાતા આધેડનું મોત
વડોદરા શહેરના કારેલીબાગ વીઆઇપી રોડ પર આવેલ અમર પાર્ક સોસાયટીમાં રહેતા યોગેશભાઇ ધરમસિંહ પટેલ ગઇકાલે સંગમ ચાર રસ્તા પાસે આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં દવા લેવા માટે ગયા હતા. દરમિયાન માણેક પાર્ક સર્કલ પાસે તેમનું ટુ-વ્હીલર સ્લીપ થઇ જતાં તેઓ રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ થઇ હતી. જેમનું સયાજી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું. ઉલ્લેખનીય કે મૃતક યોગેશભાઇનો પુત્ર ઓસ્ટ્રેલિયા રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.