ખેડૂત આંદોલનની અસર:બાંદ્રા -હરિદ્વાર સહિત ચાર ટ્રેન તા.23 મી સુધી કેન્સલ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગાઝિયાબાદ-સહારનપુર વચ્ચે કામગીરી શરૂ
  • બાંદ્રા-અમૃતસર ટ્રેન ચંડીગઢ સુધી ચલાવાઇ

દિલ્હી ડિવિઝનના ગાજિયાબાદ જંક્શન અને સહારનપુર વચ્ચે રેલવેની લાઈનો ડબલિંગ કરવાનું કામ 10 થી 23 ડિસેમ્બર સુધી શરૂ કરાયું છે. જેથી વેસ્ટર્ન રેલવેની 4 ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. 15 અને 22 ડિસેમ્બર વલસાડ હરિદ્વાર, 16, 23 મીએ ઉપાડનાર હરિદ્વાર વલસાડ 16મીએ બાંદ્રા હરિદ્વાર, 17મીએ હરિદ્વાર બાંદ્રા ટ્રેન કેન્સલ કરાઈ છે. બ્લોક દરમિયાન ગુડ્સ ટ્રેનને રેગ્યુલેટ કરાશે. ખેડૂત આંદોલનને પગલે 12મીએ રવાના થયેલી બાંદ્રા-અમૃતસર ટ્રેન ચંડીગઢ સુધી ચલાવાઇ હતી. 14મીએ આ ટ્રેન અમૃતસરને બદલે ચંડીગઢથી રવાના થશે .

13 ટ્રેનને નડિયાદ સ્ટોપેજ અપાયું
હાલ ચલાવાતી કોવિડ સ્પે. ટ્રેન પૈકી 13 ટ્રેનને નડિયાદ ખાતે 14મીથી બે મિનિટનું સ્ટોપ અપાયું છે. જેમાં ગાંધીધામ- પુરી, યશવંતપુર -બિકાનેર, ઓખા -મુંબઈ સેન્ટ્રલ, દાદર -ભુજ, અમદાવાદ- પુરી સહિતની ટ્રેનનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...