સીસીટીવી સાથે ચેડાં:MSUના એનવી હોલમાં ચાર વિદ્યાર્થીએ CCTV તોડી નાખ્યા, વિદ્યાર્થીઓ સામે તપાસ માટે સમિતિની રચના કરાઈ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભવિષ્યમાં સુરક્ષા સાથે ચેડાં ન થાય તે માટે કડક પગલાં ભરાશે

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના એનવી હોલમાં 4 વિદ્યાર્થીઓએ તાજેતરમાં જ નાખેલા હાઇટેક સિક્યોરિટી કેમેરા તોડી નાખ્યા હતા. 4 વિદ્યાર્થી સામે તપાસ સમિતિની રચના કરાઈ છે, ભવિષ્યમાં સુરક્ષા સાથે ચેડાં ન થાય તે માટે આકરાં પગલાં ભરાશે. મહારાજા સયાજીરાવ​​​​​​​ યુનિવર્સિટીમાં 85 લાખના ખર્ચે હાઇટેક સીસીટીવી કેમેરા લગાડાયા છે. યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં સીસીટીવી સાથે ચેડાં કરવામાં આવ્યાં હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

એન.વી. હોલમાં રહેતા 4 વિદ્યાર્થીઓએ સીસીટીવી તોડી નાખ્યા હોવાનું નજરે પડ્યું હતું. જેમાં બે વિદ્યાર્થી આદર્શ કુટૈયકર તથા સત્યજીત ગોહીલે કેમેરા તોડી નાખ્યા હતા અને બીજા બે વિદ્યાર્થી સોમેશ દિવાતે તથા સતીશ કુમારે મદદગારી કરી હોવાનું જણાઇ આવ્યું હતું. આ ઘટનાને પગલે હોસ્ટેલ સત્તાધીશો અને યુનિવર્સિટી સત્તાધીશો હરકતમાં આવી ગયા હતા. સીસીટીવીને નુકસાન કરવાની ઘટનાના પગલે વિદ્યાર્થીઓ સામે કમિટીની રચના કરાઈ છે. ભવિષ્યમાં કોઇ વિદ્યાર્થી સીસીટીવીને નુકસાન ન પહોંચાડે અને સુરક્ષા સામે પ્રશ્નો ઊભા ન થાય તે માટે કડક પગલાં ભરાશે.

બોયઝ હોસ્ટેલ 450, ગર્લ્સ હોસ્ટેલ 202 સીસીટીવી કેમેરાથી સજ્જ
મ.સ.યુનિવર્સિટી તંત્ર દ્વારા કમ્પ્યૂટર સેન્ટરના સહયોગથી તમામ હોસ્ટેલને સીસીટીવીથી સજ્જ કરાઈ છે, જેમાં કુલ 672 કેમેરા લગાવવામાં આવ્યા છે. જેમાં 12 બોયઝ હોસ્ટેલમાં 450 અને 4 ગર્લ્સ હોસ્ટેલમાં 202 સીસીટીવી કેમેરા લગાવાયા છે. આ તમામ કેમેરા નાઈટ વિઝન સુવિધાથી સજ્જ છે.

અન્ય સમાચારો પણ છે...