પુરૂષોને લલચાવતા શખસો સામે કાર્યવાહી:વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં જાહેર રસ્તા પર પુરુષોને અભદ્ર ઇશારા કરતા ચાર શખ્સ ઝડપાયા

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
સયાજીગંજ પોલીસ સ્ટેશન(ફાઇલ તસવીર) - Divya Bhaskar
સયાજીગંજ પોલીસ સ્ટેશન(ફાઇલ તસવીર)
  • અભદ્ર ઇશારા કરતા શખસોને પકડવા પોલીસે છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલિંગ વધાર્યું છે

વડોદરા શહેરના સયાજીંગજ વિસ્તારમાં પુરુષોને અભદ્ર ઇશારા કરી આકર્ષવાનો પ્રયાસ કરી રહેલા ચાર શખ્સને પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે.

કડક બજારના નાકા ઉપર 4 શખસ પુરુષોને અભદ્ર ઇશારા કરતા હતા
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનના કારણે ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં જાહેર રોડ પર કેટલાક લોકો ત્યાંથી પસાર થતાં પુરુષોને અભદ્ર ઇશારા કરી લલચાવી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. જેથી પોલીસે આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધાર્યું હતુ્ં. દરમિયાન ગઇકાલે મંગળવારે સયાજીગંજ વિસ્તારમાં કડક બજારના નાકા પર પુરુષોને અભદ્ર ઇશારા કરી આકર્ષવાનો પ્રયાસ રહેલા ચાર શખ્સને પોલીસે ઝડપી લીધા હતાં.

પોલીસે ચારેયને ઝડપી પાડ્યા
પોલીસના હાથે ઝડપાઇ ગયેલા આ ચાર શખ્સોની ઓળખ મોસીન યાકુબભાઇ પટેલ (રહે. સહકાર નગર, તાંદલજા, વડોદરા), સરફરાજ ઐનુલખાન પઠાણ (રહે. વુડાના મકાન, માણેજા, મકરપુરા, વડોદરા), મુકેશ ઓમપ્રકાશ ખારવા (રહે. ગાયત્રી નગર, ગોત્રી, વડોદરા) અને સોનુ રીયાજ પઠાણ (રહ. આશીયાના નગર, તાંદળજા, વડોદરા) તરીકે થઇ છે. આ તમામ સામે પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...