તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:રિક્ષામાં દારૂ લઇને જતાં મહિલા સહિત 4 ઝડપાયાં

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દાહોદથી દારૂ લાવી છાણી આપવા જતાં હતાં
  • એરપોર્ટથી પીછો કરી અમિતનગર બ્રિજ પર પકડ્યાં

દાહોદના લીમખેડાથી દારૂનો જથ્થો બસમાં લાવીને શહેરના હરણી તળાવ પાસે ઉતર્યા બાદ રિક્ષામાં બેસીને છાણીની મહિલાને આપવા જઇ રહેલા 3 પુરુષ અને 1 મહિલાને પીસીબી પોલીસે પીછો કરી અમિતનગર બ્રિજ ઉપરથી ઝડપી લીધા હતા. તેમની પાસેથી દારૂની 192 બોટલ અને બિયરના 48 નંગ મળ્યા હતા.

પીસીબીની ટીમને બાતમી મળી હતી કે એક રિક્ષામાં ત્રણ પુરુષ અને એક મહિલા દારુનો જથ્થો લઇને છાણી તરફ જઇ રહ્યા છે જેથી પોલીસની ટીમે એરપોર્ટ પાસેના રસ્તા પર વોચ ગોઠવી હતી. બાતમી મુજબની રિક્ષા આવતાં પોલીસે રોકાવાનો ઇશારો કર્યો હતો પણ રિક્ષા ચાલક રોકાયો ન હતો જેથી પોલીસે તેનો પીછો કરીને અમિત નગર બ્રિજ ઉપર રિક્ષાને અટકાવી હતી. પોલીસે રિક્ષાની તલાશી લેતાં દારુની 192 બોટલ અને બિયરના 48 ટીન મળ્યા હતા. પોલીસે રિક્ષામાં બેઠેલા નરેન્દ્ર અશોક પરમાર (રહે, અકોટા), દિલીપ સોમા ભરવાડ (લીમખેડા) શંકર પ્રતાપ સંગાડા (રહે, લીમખેડા) અને શારદા શંકર સંગાડાની ધરપકડ કરી દારૂ, રિક્ષા અને મોબાઇલ ફોન મળીને 84560 રુપીયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

તપાસમાં લીમખેડાના પીપલોદના મામુ નામના શખ્સ પાસેથી દારુનો આ જથ્થો શંકર અને દીલીપ લાવ્યા હોવાનું અને બસમાં હરણી તળાવ પાસે ઉતરી અગાઉથી નક્કી કરેલી રિક્ષામાં બેસી છાણીની મહિલાને આપવા જતાં હોવાનું જણાયું હતું.

અન્ય સમાચારો પણ છે...