તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:હાઇવે પર સયાજીપુરા પાસે ફ્રૂટના ચાર વેપારી દારૂ પીધેલા પકડાયા

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેર નજીક હાઇવે પર સયાજીપુરા પાસે જગદીશ ફરસાણ પાછળ દારુ પીધેલી હાલતમાં 4 વેપારીને બાપોદ પોલીસે ઝડપી પાડયા હતા.

આ બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે ગુરુવારના રોજ રાત્રે 9-30 વાગે બાપોદ પોલીસ પેટ્રોલીંગ કરતી વખતે સયાજીપુરા પાસે હાઇવે પર જગદીશ ફરસાણ પાછળ પહોંચતા ત્યાં દારુ પીધેલી હાલતમાં 4 શખ્સ જોવા મળ્યા હતા. પોલીસે નશો કરેલી હાલતમાં નવીન વીશનભાઇ ખટવાણી (રહે, કલ્પના સોસા.વાઘોડીયા રોડ) તથા રવિ રાજકુમાર ભોધવાણી (રહે, સત્યમ એપા.વારસીયા), પ્રેમ લાલચંદ ચેલાણી (રહે, પંચમ ઇલાઇટ, સયાજીપુરા) તથા ભરત રમેશ પુરશવાણી (રહે, દાજીનગર, વારસીયા)ને ઝડપી પાડયા હતા.

પોલીસે ચારેયની અટકાયત કરી તમામ સામે ગુુનો નોંધ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, ચારેય શખ્સ ફ્રૂટના વેપારીઓ છે.

અન્ય સમાચારો પણ છે...