• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Four Central Expenditure Inspectors Visited Vadodara, Observed The Single Window System, Held A Meeting And Obtained Details On Drug Addiction And Financial Transactions.

ગુજરાત વિધાનસભા ચૂંટણી:4 કેન્દ્રીય ખર્ચ નિરીક્ષકો વડોદરા આવ્યા, સિંગલ વિન્ડો સિસ્ટમ નિહાળી, બેઠક યોજી નશાબંધી અને આર્થિક વ્યવહારો અંગે વિગતો મેળવી

વડોદરા23 દિવસ પહેલા
વડોદરા શહેર જિલ્લામાં ચાર નિરીક્ષકોની નિમણૂક.

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને પગલે રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચાઓ ઉપર દેખરેખ કરવા માટે કેન્દ્રીય પંચ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ચાર ખર્ચ નિરીક્ષકો વડોદરા આવી પહોંચ્યા છે. તેમણે સ્થાનિક તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી અત્યાર સુધીમાં કરાયેલી કામગીરી અને વ્યવસ્થાઓની માહિતી મેળવી છે.

ચાર ખર્ચ નિરીક્ષકની નિમણૂક
ભારત સરકારની વિવિધ સનદી સેવા અધિકારીઓ એમ. કે. દાસ, પ્રિયા પરીખ, અરુણ યાદવ, દીપા ગોકુલરામ ખર્ચ નિરીક્ષક તરીકે નિયુક્ત પામ્યા છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા આ અધિકારીઓએ કલેક્ટર અતુલ ગોર, જિલ્લા વિકાસ અધિકારી ડો. રાજેન્દ્ર કુમાર, વરિષ્ઠ પોલીસ અધિકારી મનોજ નિનામા અને રોહન આનંદ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીના પણ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નિરીક્ષકોએ ચૂંટણી અંગે કામગીરી નિહાળી.
નિરીક્ષકોએ ચૂંટણી અંગે કામગીરી નિહાળી.

શું કામગીરી કરી તેની વિગત મેળવી
બેઠક દરમિયાન અપ્રમાણિક નાણાંકીય વ્યવહારો રોકવા માટે લેવાયેલા પગલાં, નશાબંધીના અસરકારક અમલ માટે થયેલી કામગીરી, બેંકિંગ વ્યવહારો સહિતની બાબતો અંગે ચૂંટણી પંચ દ્વારા અપાયેલી માર્ગદર્શિકા મુજબ થયેલી કામગીરીની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષવર્ધનસિંહ સોલંકી પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

સિંગલ વિન્ડો સિસ્ટમ નિહાળી
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષો અને ઉમેદવારોએ પ્રચાર પ્રસાર સહિત વિવિધ બાબતોની એકથી વધુ સત્તાધિકારીઓ પાસેથી પૂર્વ મંજૂરી લેવાની હોય છે. તેમાં સરળતા અને સંકલન માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોરના માર્ગદર્શન હેઠળ કલેકટર કચેરીમાં સિંગલ વિન્ડો સિસ્ટમ - એક બારી પ્રણાલી શરૂ કરવામાં આવેલી છે. શહેર જિલ્લાની વિધાનસભા બેઠકો માટે ભારતના ચૂંટણી પંચે નિયુક્ત કરેલા ખર્ચ નિરીક્ષકોએ આજે આ વ્યવસ્થાની મુલાકાત લઈને, તેની કાર્ય પદ્ધતિની વિગતવાર જાણકારી મેળવી હતી.

કલેક્ટર કચેરી ખાતે સિંગલ વીન્ડો સિસ્ટમ કાર્યરત કરાઇ.
કલેક્ટર કચેરી ખાતે સિંગલ વીન્ડો સિસ્ટમ કાર્યરત કરાઇ.

કયા નિરિક્ષકને કઇ બેઠકની જવાબદારી સોંપાઇ
ભારતના ચૂંટણી પંચે વિધાનસભા બેઠકોના પ્રત્યેક ઉમેદવાર માટે રૂ.40 લાખના મહત્તમ ચૂંટણી ખર્ચની મર્યાદા નક્કી કરી છે. તેના અનુસંધાને આ ખર્ચ નિરીક્ષણની કામગીરી કરવામાં આવે છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા વડોદરા શહેર જિલ્લામાં દસ બેઠકો માટે ચૂંટણી નિરીક્ષકોની નિમણુંક કરી છે. જેમાં અરુણકુમાર યાદવ સાવલી અને વાઘોડિયા, દીપના ગોકુલરામ વડોદરા (શહેર) અને સયાજીગંજ તેમજ રાવપુરા, પ્રિયા પારીખ અકોટા, પાદરા અને એમ.કે.દાસને ડભોઈ, માંજલપુર તથા કરજણ વિધાનસભા બેઠકની ચૂંટણી ખર્ચ ઉપર નિરીક્ષણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

મતદાન અંગે સર્વેક્ષણ-અનુમાનો સમૂહ માધ્યમોમાં પ્રસિદ્ધ ક૨વા પર પ્રતિબંધ
ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી–22ના સંદર્ભમાં મતદાન અંગે સર્વેક્ષણ ( Exit Poll) કરવા અને સર્વેક્ષણના પરિણામો પ્રસિદ્ધ ક૨વા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ–126 (એ)ની પેટા કલમ–1 હેઠળ પ્રતિબંધ ફરમાવ્યો છે.

જે અન્વયે તા.12/11/2022ના સવારના 8 કલાકથી તા.05/12/2022 ના સાંજના 5:30 કલાક દરમ્યાન મતદાર પુરૂ થવાના કલાક સાથે પુરા થતા 48 ક્લાકના સમયગાળા દરમિયાન મતદાર અંગેના અનુમાનો (Opinion Poll) સહીતની કોઈપણ ચૂંટણી સામગ્રી કોઈપણ ઈલેકટ્રોનિક માધ્યમો ૫૨થી પ્રસારીત કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ-12(1)(બી) હેઠળ પ્રતિબંધ ફરમાવ્યો હોવાનું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ.એમ.સોલંકીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...