મોડી રાત્રે દારૂડિયા ઝડપાયા:વડોદરાના છાણી વિસ્તારમાં રાત્રે દારૂ પીને કાર લઇ નીકળેલા ચાર શખ્સની ધરપકડ

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
છાણી પોલીસ સ્ટેશન (ફાઇલ તસવીર) - Divya Bhaskar
છાણી પોલીસ સ્ટેશન (ફાઇલ તસવીર)
  • વડોદરાના છાણી વિસ્તારમાં રાત્રે દારૂ પીને કાર લઇ નીકળેલા ચાર શખ્સની ધરપકડ

વડોદરાના છાણી વિસ્તારમાં કાર ચાલક અને તેની સાથે બેઠેલા અન્ય ત્રણ લોકો દારૂ પીધેલી હાલતમાં પકડાયા હતા. પોલીસે ચારેય સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પેટ્રોલિંગ દરમિયાન દારૂ પીધેલા ઝડપાયા
ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મોડી રાત્રે છાણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન એક ટ્રાવેરા કાર (GJ 06 AX 6003) રસ્તા પર વાંચી ચૂંકી હંકારવામાં આવી રહી હતી. જેથી પોલીસે કારને અટકાવી તપાસ કરતા કારની ડ્રાઇવર સીટ પર બેસેલા શખ્સ ભુપેન્દ્ર નટવરભાઇ સોલંકી (રહે. દશરથ ગામ, ઇન્દિરાનગરી પાસે, વડોદરા) દારૂ પીધેલો જણાયો હતો.

ત્રણ આરોપી ઓરિસ્સાના રહેવાસી
દરમિયાન કારમાં બેઠેલા અન્ય ત્રણ લોકો પણ શંકાસ્પદ જણાતા તેમની તપાસ કરતા તેઓના મોઢામાંથી પણ દારૂની વાસ આવતી હતી. જેથી પોલીસે ત્રણેય શખ્સ રાજેન્દ્રશાહુ લક્ષ્મીશાહુ (રહે. યોગીરાજ એપાર્ટમેન્ટ, દરશથ ગામ, વડોદરા), ત્રિલોચન ગંગાધર જૈના (રહે. યોગીરાજ એપાર્ટમેન્ટ, દશરથ ગામ, વડોદરા), કાન્હુરાઉત મકંદુમરાઉત (રહે, યોગીરાજ એપાર્ટમેન્ટ, દશરથ ગામ, વડોદરા)ની પણ પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે આ મામલે કાર જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પીધેલા પકડાયેલામાં રાજેન્દ્રશાહુ, ત્રિલોચન અને કાન્હુરાઉત મૂળ ઓરસ્સાના રહેવાસી છે.

અન્ય સમાચારો પણ છે...