તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:10 બેઠક સત્તાધારી જૂથ અને 4 સંકલનને આપવાની ફોર્મ્યૂલા

વડોદરા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • MSU સિન્ડિકેટની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ
 • BJPના સત્તાધારી જૂથ-સંકલન સમિતિ વચ્ચે સમાધાનના પ્રયાસ

MSU સિન્ડિકેટની ચૂંટણી માટે ભાજપે સત્તાધારી જૂથ-સંકલન સમિતિ વચ્ચે સમાધાનનો પ્રયાસ શરૂ કર્યો છે. 10 બેઠકો સત્તાધારી જૂથને અને 4 બેઠકો સંકલન સમિતિને તેવી ફોર્મ્યુલા પર વિચારણા કરાઈ છે. બુધવારે ઉમેદવારીપત્રો ભરવાના છેલ્લા દિવસે સ્થિતિ સ્પષ્ટ થશે.25મીએ યોજાનારી સિન્ડિકેટની ચૂંટણીઓ માટે બુધવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ગત ચૂંટણીમાં ભાજપ પરિવારના 2 જૂથ વચ્ચે જંગ ખેલાયો હતો ત્યારે આ વખતે ચૂંટણી પૂર્વે ભાજપ સંગઠન દ્વારા બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવવાના પ્રયાસના ભાગરૂપે 10-4ની ફોર્મ્યુલા નક્કી કરી છે.

જેમાં સત્તાધારી જૂથને 10 બેઠકો અને 4 બેઠકો સંકલન સમિતિને આપવા માટે પ્રસ્તાવ મૂકાયો છે. ભાજપ સંગઠન દ્વારા બંને જૂથો વચ્ચે સમાધાન થઇ જાય અને સમરસ ચૂંટણી યોજાય તેવા પ્રયાસોના ભાગરૂપે બેઠકો પણ કરી છે. બંને જૂથો તરફથી નામો પણ મગાવાયાં હોવાનું જાણવા મળ્યું છે, જેના પર ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. બુધવારે ઉમેદવારીપત્રો ભરવાનો છેલ્લો દિવસ છે.

મોડી રાત્ર સુધીમાં ચૂંટણીમાં સમાધાનકારી પેનલ હશે કે નહિ તે નક્કી થશે. ઉમેદવારીપત્રો સિન્ડિકેટની ચૂંટણીના એક કલાક પહેલા પણ પરત ખેંચી શકાય તેમ હોવાથી જો બુધવારે કદાચ કોઇ નિર્ણય લઇ નહિ શકાય તો અગામી દિવસમાં નક્કી સમાધાન પર ચર્ચા હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો