સેનેટની ચૂંટણી:રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ માટે 27મી સુધી ફોર્મ ભરાશે

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
  • 28 ​​​​​​​નવેમ્બરે ફોર્મની સ્ક્રૂટિની, 19 ડિસેમ્બરે ચૂંટણી

મ.સ. યુનિવર્સિટી રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની ચૂંટણી 19 ડિસેમ્બરના રોજ યોજાશે. જેનાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. જ્યારે 29 ડિસેમ્બરે યોજનારી ટીચર્સ કેટેગરીની ચૂંટણી 602 મતદારો છે. એમ.એસ. યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. 14 ફેકલ્ટીના રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની ચૂંટણી 19મી ડિસેમ્બરના રોજ યોજાવાની છે, જેનાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે.

27 નવેમ્બરના રોજ ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ છે, જ્યારે 28 નવેમ્બરના રોજ સ્ક્રૂટિની થશે. 3 ડિસેમ્બરના રોજ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. ટીચર્સ કેટેગરીની ચૂંટણી 29 ડિસેમ્બરના રોજ યોજાશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 7 ડિસેમ્બરના રોજ છે, 8 ડિસેમ્બરના રોજ સ્ક્રૂટિની થશે, જ્યારે 13 ડિસેમ્બરના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ છે.

ટીચર્સ કેટેગરીમાં કુલ 602 મતદારો નોંધાયા છે, જેમાં મેડિસીનના 171, ટેક્નોલોજીના 141, કોમર્સના 70, લોના 8, ફાઇન આર્ટ્સના 17, પોલીટેક્નિકના 52, સાયન્સના 50 સહિત ટીચર્સ મતદારો છે.

અન્ય સમાચારો પણ છે...