બોર્ડ પરીક્ષા:ધો.12 કોમર્સના 21મીથી અને સાયન્સના 25મીથી ફોર્મ ભરાશે, વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગોની સંપૂર્ણ ફી માફ

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના ઓનલાઈન ફોર્મ 22મીથી ભરાશે

ધોરણ 12 કોમર્સના ફોર્મ 21 નવેમ્બર થી ધોરણ 12 સાયન્સના 25 નવેમ્બર થી ફોર્મ ભરવાના રહેશે. બોર્ડની પરીક્ષા ફી નક્કી કરવામાં આવી છે જોકે વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફી માફ કરવામાં આવી છે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના ઓનલાઈન ફોર્મ 22 નવેમ્બરથી ભરાશે. ધોરણ 12 કોમર્સમાં બોર્ડની પરીક્ષા માટે ફી અને ફોર્મ 21 ડીસેમ્બર સુધીમાં સ્કુલોએ બોર્ડની વેબસાઈટ પર ભરવાના રહેશે. ધોરણ 12 કોમર્સની બોર્ડની પરીક્ષાની ફી જાહેર થઇ છે જે બાદ હવે ફોર્મ અને ફી ભરવાની સ્કુલની મુદત પણ જાહેર કરવામાં આવી છે.

ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓએ સ્કુલે જઈને દર વર્ષની જેમ ફોર્મ અને ફી ભરવાના રહેશે અને સ્કુલોએ ફોર્મ અને ફી ભરીને બોર્ડની વેબસાઈટ પર જમા કરવાના રહેશે. 21 નવેમ્બરે બપોરે 2 વાગ્યાથી સ્કુલ 21 ડીસેમ્બર સુધીમાં બોર્ડની વેબસાઈટ gseb.org પર વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ અને પરીક્ષાની ફી ભરી શકશે. નિયત સમય મર્યાદામાં સ્કુલે ફોર્મ ભરાવીને ફોર્મ અને ફી જમા કરાવવાની રહેશે. નિયમિત,ખાનગી,રીપીટર અને પૃથ્થક વિદ્યાર્થીઓના ફોર્મ ઓનલાઈન જ ભરવાના રહેશે.આ અંગેની વધુ વિગત બોર્ડની વેબસાઈટ પર પણ મુકવામાં આવી છે. તેવી જ રીતે ધોરણ 12 સાયન્સની તારીખો પણ જાહેર કરાઇ છે.

25 નવેમ્બર થી 24 ડિસેમ્બર સુધી ફોર્મ ભરવાના રહેશે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના ઓનલાઈન ફોર્મ 22 નવેમ્બરથી ભરાશે. રાજ્યમાં કોરોનાના કેસો વધતાં ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. પરંતુ વિદ્યાર્થીઓ પાસેથી પુરેપુરી પરીક્ષા ફી વસૂલવામાં આવી હતી.

માસ પ્રમોશન આપ્યું હોવા છતાં રેગ્યુલર વિદ્યાર્થીઓ પાસેથી શિક્ષણ વિભાગે 30 કરોડ કરતાં વધુ રકમ પરીક્ષા ફી પેટે વસૂલી હતી જે પરત આપવામાં આવી નથી. ત્યારે હવે ફરીવાર ધોરણ 12 સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા ફી નક્કી કરવામાં આવી છે. જે ગત વર્ષ જેટલી જ રાખવામાં આવી છે. સાયન્સના વિદ્યાર્થીઓની 605 અને કોમર્સના વિદ્યાર્થીઓની 490 રૂપિયા ફી નક્કી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...