મ.સ.યુનિ.ની સાયન્સ ફેકલ્ટીમાં સોમવારથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાશે. ગ્રાન્ટ ઇન એઇડની 1020 અને પાદરાની 420 બેઠકો મળી કુલ 1500થી વધુ બેઠકો પર પ્રવેશ અપાશે. ધોરણ 12 સાયન્સનું પરિણામ આવી ગયા પછી એફવાય બીએસસીમાં પ્રવેશ પ્રક્રિયા અંગેની જાહેરાત કરવામાં આવી છે. સોમવારથી એક મહિના સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. સાયન્સ ફેકલ્ટીમાં બોટની, કેમિસ્ટ્રી, જિયોગ્રાફી, જિયોલોજી, ફિઝિક્સ, સ્ટેટેસ્ટિક દરેકમાં 120 બેઠક પ્રમાણે 840 બેઠકો થાય છે, જ્યારે મેથેમેટિક્સની 180 બેઠક મળીને કુલ 1020 બેઠકો સાયન્સ ફેકલ્ટીની થાય છે.
જ્યારે પાદરા કોલેજ ખાતે 420 બેઠક મળીને 1500થી વધુ બેઠકો છે. બીએસસીમાં પ્રવેશ માટે દર વર્ષે ધસારો રહેતો હોય છે. ગત વર્ષે પણ બેઠકોની સામે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હતી. એક મહિના સુધી પ્રવેશ ફોર્મની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે. ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાશે.
મેડિકલ અથવા એન્જિનિયરિંગમાં પ્રવેશ મળે ત્યારે વિદ્યાર્થીઓ બીએસસી છોડી દેતા હોય છે, જેના કારણે બેઠકો ખાલી પડતી હોય છે. જેમાં બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓને મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવતો હોય છે. બેચલર ઓફ કમ્પ્યૂટર એપ્લિકેશનમાં વડોદરા સાયન્સ ફેકલ્ટી ખાતે 120 બેઠકો છે, જ્યારે પાદરામાં 120 બેઠકો હાયર પેમેન્ટની છે. સેલ એન્ડ મોલ્યુકુલર બાયોલોજીની 35 બેઠકો આવેલી છે. એન્વાયર્ન્મેન્ટ સાયન્સમાં પણ 120 જેટલી બેઠકો આવેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.