• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Forms Will Be Distributed Till December 31 For 2132 Houses Of EWS Scheme In Vadodara. Forms Will Be Available From 11 Am To 2 Pm After Taking Tokens.

પાલિકાનો નિર્ણય:વડોદરામાં EWS સ્કીમના 2132 આવાસો માટે 31 ડિસેમ્બર સુધી ફોર્મ વિતરણ કરાશે, ટોકન લીધા બાદ સવારે 11થી બપોરે બે વાગ્યા સુધી ફોર્મ મળશે

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલિકા દ્વારા તારીખ 31 ડિસેમ્બર સુધી ફોર્મનું વિતરણ કરવા નિર્ણય લેવાયો છે - Divya Bhaskar
પાલિકા દ્વારા તારીખ 31 ડિસેમ્બર સુધી ફોર્મનું વિતરણ કરવા નિર્ણય લેવાયો છે
  • ફોર્મ વિતરણમાં પડાપડી થયા બાદ સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો

વડોદરા મહાનગરપાલિકા પાલિકા દ્વારા હરણી સહિત 4 સ્થળોએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2132 આવાસો માટે ફોર્મ વિતરણની કાર્યવાહી હાથ ધરતા સોમવારે પહેલા દિવસે લાભાર્થીઓએ પડાપડી કરી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના EWSના મકાનો અંગેના ફોર્મનું વિતરણ ગઈકાલ સોમવારથી શરૂ કરવામાં આવતા લોકોએ ફોર્મ લેવા માટે ભારે ધસારો કર્યો હતો. જેથી ફોર્મ વિતરણ કરવાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. પાલિકા દ્વારા તારીખ 31 ડિસેમ્બર સુધી ફોર્મનું વિતરણ કરવા નિર્ણય લેવાયો છે. મકાનના ફોર્મ સવારે 11થી બપોરના બે વાગ્યા સુધી મળી શકશે.

લોકોનો પ્રતિસાદ જોતાં જરૂર પડશે તો વધુ ફોર્મ પણ છપાશે
ગઈકાલે સોમવારે કોર્પોરેશનની રાવપુરા ખાતેની એફોર્ડેબલ હાઉસિંગ યોજનાની ઓફિસ બહાર લોકોએ સવારના 7 વાગ્યાથી લાઇન લગાવી હતી અને આ લાઇન દાંડિયા બજાર વિસ્તાર સુધી પહોંચી જતા અને લોકોનો ધસારો થતાં પોલીસને બોલાવવી પડી હતી. લોકોનો પ્રતિસાદ જોતાં જરૂર પડશે તો વધુ ફોર્મ પણ છાપવામાં આવશે. હાલ કોર્પોરેશને 2132 મકાનો માટે આશરે બાર હજાર ફોર્મ છપાવ્યા છે. સોમવારે 100 ફોર્મ આપ્યા હતા અને 2900 ટોકન આપ્યા હતા. ઇ.ડબલ્યુ.એસના હરણીમાં 58, સુભાનપુરામાં 74, ગોત્રીમાં 100 અને કલાલીમાં 1900 મકાનની યોજના છે. મકાનો હજી બન્યા નથી. આમ, કુલ 2132 મકાનો માટે ફોર્મ પરત જમા લેવાની કાર્યવાહી તારીખ 22 નવેમ્બરથી થશે, જે 31 જાન્યુઆરી 2022 સુધી ચાલુ રહેશે. ફોર્મ જમા લેવાની કાર્યવાહી આ દિવસોમાં સવારે 11 થી 2 વાગ્યા સુધીમાં થશે.

ફોર્મ વિતરણમાં પડાપડી થયા બાદ સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો
ફોર્મ વિતરણમાં પડાપડી થયા બાદ સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો

એક મકાનની કિંમત રૂપિયા 5.5 લાખ છે
EWS-2 પ્રકારના એક મકાનની કિંમત રૂપિયા 5.5 લાખ છે. કલાલી, સુભાનપુરા અને ગોત્રીના મકાનો 35 ચોરસ મીટરના અને હરણીના 37 ચોરસ મીટરના છે. કલાલીમાં ખિસકોલી સર્કલથી આગળ નૂર્મ યોજના આવાસ પાસે, હરણીમાં સિગ્નસ સ્કૂલ પાસે, સુભાનપુરામાં કોર્પોરેશનની વોર્ડ નં-10ની ઓફિસ પાસે અને ગોત્રીમાં ભેલ ટાઉનશીપ પાછળ આ મકાનો તૈયાર થશે.

ટોકન લીધા બાદ ફોર્મ સવારે 11થી બપોરે બે વાગ્યા સુધી મળશે
ટોકન લીધા બાદ ફોર્મ સવારે 11થી બપોરે બે વાગ્યા સુધી મળશે

1470 EWS આવાસની ફાળવણી કરી દીધી
અત્રે ઉલ્લેખનીય છે કે, પાલિકાએ રાજીવ આવાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં 1470 EWS આવાસની ફાળવણી કરી દીધી છે. જ્યારે રાજીવ આવાસ યોજના (સ્લમ) અંતર્ગત 115 કરોડના ખર્ચે કલ્યાણનગર, સયાજીપુરા, તાંદલજા ખાતે 1,460 આવાસોની મંજૂરી મેળવીને પૂર્ણ કરેલી છે. તે પૈકી 347 આવાસોની સોંપણી કરી છે. મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ એલ.આઈ.જી, એમ.આઈ.જી આવાસો પૈકી 5360 આવાસોની ફાળવણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...