તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:RTEની કાર્યવાહી વેળા ઝેરોક્ષ અપલોડ કરી હશે તો ફોર્મ રદ થશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી નિયમ મુજબ વાલીઓએ ઓરિજિનલ ડોક્યૂમેન્ટ ઓનલાઇન અપલોડ કરવાનાં હોય છે

ખાનગી સ્કૂલોમાં પ્રવેશ માટે ધોરણ 1 માં રાઇટ ટુ એજયુકેશન એકટ હેઠળ પ્રવેશ કાર્યવાહીમાં વિદ્યાર્થીઓના વાલીઓએ ડોકયુમેન્ટની ઝેરોક્ષ કરી અપલોડ કરી હોય અને તે યોગ્ય રીતે દેખાતી ના હોય તો તે રીજેકટ થાય છે. નિયમ મુજબ વાલીઓએ ઓરિજિનલ ડોકયુમેન્ટ જ અપલોડ કરવાનાં હોય છે.

શિક્ષણ વિભાગ દ્વારા આરટીઇ અંતરર્ગત વિદ્યાર્થીઓને ધોરણ - 1 માં પ્રવેશ માટેની કાર્યવાહી હાથ ધરાઇ છે. જેમાં અત્યારે ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરાઇ રહી છે. વાલીઓ 5 જુલાઇ સુધીમાં બાળકોને આરટીઇ અંતર્ગત પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ સબમીટ કરી શકશે.

આરટીઇના ફોર્મ ભરતી વખતે વાલીઓએ દ્વારા ડોકયુમેન્ટ અપલોડ કરતી વખતે ઓરીજનલ ડોકયુમેન્ટના બદલે તેની ઝેરોક્ષ અપલોડ કરાઇ રહી છે. ખરેખર નિયમ પ્રમાણે વાલીઓએ ઓરીજનલ ડોકયુમેન્ટના બદલે વાલીઓ ઝેરોક્ષ અપલોડ કરાઇ રહી છે. પરંતુ ઘણા કિસ્સામાં ઝેરોક્ષ ઝાંખી હોવાના કારણે તે યોગ્ય રીતે દેખાતી ના હોવાથી ફોર્મ રદ થવાની શકયતા વધી જાય છે.

ઘણા વાલીઓ જાણકારીના અભાવે તેઓ ઝેરોક્ષ અપલોડ કરી રહ્યા છે. જેથી ફોર્મ રીજેકટ થાય છે. ઉલ્લેખનીય છે કે ઘણા કિસ્સાઓમાં ખોટાં ડોકયુમેન્ટ ઉભા કરાયા હોય છે, જેથી ઝેરોક્ષ અપલોડ કરી રહ્યાાનું પણ જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...