• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Former Vadodara Congress Treasurer Was Robbed By A Gang Of Robbers On The Pretext Of Selling Land And A Photo Was Taken In Awkward Condition.

હુમલો:વડોદરા કોંગ્રેસના પૂર્વ ખજાનચીને જમીન વેચવાના બહાને બોલાવી લૂંટારૂ ટોળકીએ માર મારી લૂંટ ચલાવી કઢંગી હાલતમાં ફોટો પાડી લીધા

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખેતરમાંથી રૂપિયા 80 હજારની કિંમતની બે ગાયો ચોરી થઈ છે. તમે ચોર છો કહીને માર માર્યો હતો.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
ખેતરમાંથી રૂપિયા 80 હજારની કિંમતની બે ગાયો ચોરી થઈ છે. તમે ચોર છો કહીને માર માર્યો હતો.(ફાઈલ તસવીર)
  • 79 હજારની લૂંટ ચલાવીને ટોળીએ ફોટો વાઈરલ કરવાની ધમકી આપી

શહેર કોંગ્રેસના પૂર્વ ખજાનચી અને તાજેતરમાં વડોદરા મહાનગર પાલિકાની યોજાયેલી ચૂંટણીમાં ઉમેદવારી કરનાર તેમજ જમીન લે વેચવાનુ કામ કરતા નિર્મલ ઠક્કરને લૂંટારૂ ટોળકીએ જમીન વેચવાના બહાને બોલાવ્યા હતાં. બાદમાં તેઓને મારમારી રૂપિયા 79 હજારની લૂંટ ચલાવી કઢંગી હાલતમાં તેમના ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી વધુ રૂપિયાની માંગણીનો બનાવ વાઘોડિયા પોલીસ મથકે નોંધાયો છે.

એપ્લિકેશનના માધ્યમથી જમીન જોવા ગયેલા
વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોધાયેલી ફરિયાદ પ્રમાણે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારની 66, દીપિકા સોસાયટીમાં નિર્મલભાઇ વિનોદચંદ્ર ઠક્કર રહે છે. જમીન લે-વેચનો વ્યવસાય કરે છે. શુક્રવારે બપોરે તેઓથી બ્લુ નામની પોતાના મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ થઇ ગઇ હતી. આ એપ્લિકેશનના માધ્યમથી વડોદરા પાસે અણખોલ ગામ નજીક રોડ ટચ જમીન વેચવા અંગેનો મેસેજ આવ્યો હતો. જેથી વાતચીત બાદ તેઓ નર્મદાપુરા ગામના બોર્ડ પાસે પહોંચ્યા હતા. જ્યાં એક વ્યક્તિ તેમની પાસે આવીને જણાવ્યું હતું કે જમીન થોડીક અંદર છે. કાર જશે નહીં ઉબડખાબડ રસ્તો છે. જેથી નિર્મલભાઇ તેમની સ્કૂટરની પાછળ બેસી રવાના થયા હતા, અને અજાણ્યા યુવકે ધીરજ હોસ્પિટલથી થોડે દુર રોડ ટચ ખેતર બતાવ્યું હતું.

માર મારી ઘડિયાળ રોકડાની લૂંટ ચલાવી
થોડીવારમાં અન્ય બીજા બે વ્યક્તિ આવી પહોંચ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે, અમારા ખેતરમાંથી રૂપિયા 80 હજારની કિંમતની બે ગાયો ચોરી થઈ છે. તમે ચોર છો, ચોરી કરવા આવ્યા છો.. તેમ કહી ફેટ પકડી ખેતરમાં અંદર ખેચી ગયા હતા અને નિર્મલભાઇ એ પહેરેલી રૂપિયા 30 હજારની કિંમતની સોનાની ચેન, મોબાઇલ ફોન તથા રોકડા રૂપિયા 8000ની લૂંટ ચલાવી હતી. ત્યાર બાદ વધુ એક લાખની માંગ કરી હતી. વધુ પૈસા ન હોવાનું જણાવતાં લૂંટારુએ તેમના કપડાં કાઢી મારમારી કઢંગી ફોટા પાડી ખેતરમાં ઢસડી ગયા હતા, અને વધુ નાણાંની માંગણી કરી હતી.

50 હજારની માગ કરાઈ હતી
નિર્મલભાઇએ પત્ની પાસે વધુ રૂપિયા 12 હજાર રોકડા મંગાવી લૂંટારૂઓને આપ્યા હતાં. આમ છતાં, લૂંટારુઓની માંગ ન સંતોષાતા વધુ રૂપિયા 50 હજારની માંગણી કરી હતી. જેથી નિર્મલભાઇ બે દિવસ પછી આપવાનું જણાવતાં તેમનો છુટકારો થયો હતો.ઉલ્લેખનીય છે કે, શહેર કોગ્રસ અગ્રણી નિર્મલભાઇ ઠક્કર સાથે બનેલા બનાવે શહેરના રાજકીય મોરચે ચકચાર જગાવી મૂકી હતી. આ બનાવ અંગે પોલીસે લૂટારુ ટોળકીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. ટોળકી ઝડપાયા બાદ અનેક લૂટના બનાવોનો ભેદ ખૂલે તેવી શક્યતા છે. એવી પણ માહિતી મળી છે કે, કોંગ્રેસ અગ્રણીને લૂટનાર ટોળકી પોલીસની હાથવેંતમાં છે.