છબરડો:વડોદરામાં MS યુનિ.ની મતદાર યાદીમાંથી સોશિયલ વર્કના પૂર્વ સેનેટ સભ્યનું નામ ભૂલથી ગાયબ થઇ ગયું, સત્તાધિશોએ સ્વીકાર કર્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી(ફાઇલ તસવીર) - Divya Bhaskar
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી(ફાઇલ તસવીર)
  • ટેક્નિકલ ક્ષતિના પગલે નામ રહી ગયુ હોવાથી સુધારેલી યાદીમાં નામનો સમાવેશ કરવાની બાંહેધરી આપી

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની સેનેટની મતદાર યાદીમાંથી સોશિયલ વર્કના પૂર્વ સેનેટ સભ્યનું નામ જ ગાયબ થઇ ગયું હોવાનું બહાર આવ્યું હતું. પૂર્વ સેનેટ સભ્યનું યાદીમાંથી નામ ભૂલથી નીકળી ગયું હોવાની ભૂલ યુનિવર્સિટી સત્તાધિશોએ સ્વીકારી છે અને ટેક્નિકલ ક્ષતિના પગલે નામ રહી ગયુ હોવાથી હવે સુધારેલી યાદીમાં નામનો સમાવેશ કરવાની બાંહેધરી આપી છે.

ગંભીર છબરડો થયો હતો
બે વાર સેનેટ જીતેલા અને એક વાર સરકાર નિયુક્ત સેનેટ સભ્યનું નામ ગાયબ થવાનો છબરડો સર્જાયો હતો. યુનિવર્સિટીની ડિસેમ્બર મહિનામાં યોજાનારી સેનેટની ચૂંટણીમાં સોશિયલ વર્ક ફેકલ્ટીના પૂર્વ સેનેટ સભ્ય દિપક શાહનું મતદાર તરીકે યાદીમાંથી નામ જ ગાયબ થઇ ગયું હોવાનો ગંભીર છબરડો સર્જાયો હતો.

મતદાર યાદીમાં ગંભીર છબરડા હોવાની ફરિયાદો ઊઠી રહી છે
2002માં સરકાર નિયુક્ત સેનેટ સભ્ય તરીકે સ્થાન મેળવ્યા પછી સતત બેવાર સોશિયલ વર્ક ફેકલ્ટીમાંથી સેનેટ સભ્ય તરીકે ચૂંટણી જીતનાર દિપક શાહનું નામ બે દિવસ પહેલાં જાહેર થયેલી મતદાર યાદીમાંથી ગાયબ થઇ ગયું છે. યુનિવર્સિટી દ્વારા પ્રસિદ્ધ કરાયેલી મતદાર યાદીમાં ગંભીર છબરડા હોવાની ફરિયાદો ઊઠી રહી છે. એક જ મતદારોનાં નામ બેથી ત્રણ વાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હોવાના અસંખ્ય કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.

1108 મતદારોમાંથી 832 જેટલા મતદારોને વેલીડ ગણવામાં આવ્યા
સોશિયલ વર્ક ફેકલ્ટીમાં 1108 મતદારોમાંથી 832 જેટલા મતદારોને વેલીડ ગણવામાં આવ્યા છે. ત્યારે તેમાં પણ છબરડા થયા હોવાની વ્યાપક ફરીયાદો ઊઠી છે. સોશિયલ વર્કમાં પણ એક જ મતદારના બેથી ત્રણવાર નામ પ્રસિદ્ધ થયા હોવાનું બહાર આવ્યું છે.

વીસી અને રજિસ્ટ્રારને ઇ-મેઇલ કર્યો
સોશિયલ વર્કના પૂર્વ સેનેટ સભ્ય દિપક શાહે તેમનું નામ ગાયબ થઇ જવાની ઘટના સંદર્ભે યુનિવર્સિટીના વીસી અને રજિસ્ટ્રારને ઇ-મેઇલ પાઠવ્યો હતો અને તેમાં નામ ગાયબ થઇ ગયું હોવા વિશેની ફરીયાદ કરવામાં આવી હતી. સોશિયલ વર્ક સિવાયની અન્ય ફેકલ્ટીઓમાં પણ એક જ મતદારના બેથી ત્રણ વાર નામ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હોવાનો છબરડો વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...