તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Former President, Vice President, Minister And Treasurer Withdraw Rs 27.58 Lakh From Awadh Vihar Society By Breaking FD Of Maintenance Amount In Vadodara

છેતરપિંડી:વડોદરામાં મેઇન્ટેનન્સની રકમની FD તોડીને અવધ વિહાર સોસાયટી સાથે ઠગાઇ, પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને ખજાનચીએ 27.58 લાખ ઉપાડી લીધા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 ભેજાબાજોએ મેઇન્ટેનન્સની રકમની એફડી તોડીને નાણાં પોતાના અંગત કામમાં વાપરી નાખ્યા
  • સોસાયટીના વર્તમાન પ્રમુખે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ભેજાબાજો સામે ફરિયાદ નોંધાવી

વડોદરા શહેર નજીક કોયલી ગામે આવેલી અવધ વિહાર સોસાયટીના પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને ખજાનચી સામે 27.58 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. સોસાયટીના આ હોદ્દેદારોએ બિલ્ડર દ્વારા લાઇફ ટાઇમ માટેની આપેલી મેઇન્ટેનન્સની રકમની એફડી તોડીને પોતાના અંગત કામે વાપરી નાખ્યા હતા. નોંધનીય છે કે, પૂર્વ પ્રમુખની અગાઉ કેવડિયા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં ધરપકડ થઇ હતી.

સોસાયટીના વર્તમાન પ્રમુખે ફરિયાદ નોંધાવી જવાહરનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે વડોદરા શહેર નજીક કોયલી ગામ ખાતે અવધ વિહાર સોસાયટી આવેલી છે. આ સોસાયટીના વર્તમાન પ્રમુખ સુરેશચંદ્ર પરમારે ફરિયાદમાં જણાવ્યું છે કે, સોસાયટીના સર્વાંગી વિકાસ માટે સોસાયટીના સભ્યો દ્વારા કમિટી બનાવવામાં આવી હતી. અગાઉની કમિટીમાં પ્રમુખ તરીકે આશિષ મહેન્દ્રભાઇ જોષી, ઉપપ્રમુખ જયદીપ વિનોદભાઈ પરમાર, મંત્રી રજનીકાંત ડાહ્યાભાઈ ડાભી , ખજાનચી મનીષ ભીખાભાઇ દેસાઇ(તમામ રહે, અવધ વિહાર સોસાયટી, કોયલી ગામ, વડોદરા)ની નિમણૂંક સોસાયટી સભ્યો દ્વારા સર્વાનુંમતે કરવામાં આવી હતી.

4 ભેજાબાજોએ મેઇન્ટેનન્સની રકમની એફડી તોડીને નાણાં પોતાના અંગત કામમાં વાપરી નાખ્યા (પ્રતિકાત્મક તસવીર)
4 ભેજાબાજોએ મેઇન્ટેનન્સની રકમની એફડી તોડીને નાણાં પોતાના અંગત કામમાં વાપરી નાખ્યા (પ્રતિકાત્મક તસવીર)

મેઇન્ટેનન્સની રકમની FD બીઓબીમાં કરી હતી સોસાયટીના નિયમ મુજબ અને નક્કી કર્યાં મુજબ સોસાયટીની પ્રાથમિક સુવિધાઓ માટે તમામ સભ્યો પ્રતિમાસ મેઇન્ટેનન્સ આપે છે. જે મેઇન્ટેનન્સની રકમમાંથી સોસાયટીની પ્રાથમિક સુવિધાઓને લગતો ખર્ચ કરવાનો હોય છે. પ્રતિમાસ સભ્યો પાસેથી લેવામાં આવતા મેઇન્ટેનન્સની રકમમાંથી થતી બચત તથા બિલ્ડર દ્વારા લાઈફ ટાઈમ મેઇન્ટેનન્સ પેટે સોસાયટીના સભ્યો પાસેથી લેવામાં આવેલી રકમ રૂપિયા 39 લાખ સોસાયટીના બેંક.ઓફ.બરોડા શાખામાં ફિક્સ ડિપોઝીટ કરવામાં આવી હતી.

27.58 લાખ રૂપિયા અંગત ઉપયોગ માટે ઉપાડી લીધા વર્તમાન પ્રમુખ સુરેશચંદ્ર પરમારે ફરિયાદમાં જણાવ્યું છે કે, પૂર્વ પ્રમુખ આશિષભાઇ જોશી કેવડિયા પોલીસ સ્ટેશનમાં ફ્રોડ કેસમાં ઝડપાતા સોસાયટીની બેલેન્સશીટ ચકાસી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, સોસાયટીની મંજૂરી વગર એફડી તોડીને ચારેય શખસોએ ભેગા મળી 27-8-020થી 12-11-020 દરમિયાન ટુકડે-ટુકડે રૂપિયા 27.58 લાખની રકમ પોતાના અંગત ઉપયોગ માટે ઉપાડી લીધા હોવાનું બહાર આવ્યું હતું.

સોસાયટીના વર્તમાન પ્રમુખે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ભેજાબાજો સામે ફરિયાદ નોંધાવી(પ્રતિકાત્મક તસવીર)
સોસાયટીના વર્તમાન પ્રમુખે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ભેજાબાજો સામે ફરિયાદ નોંધાવી(પ્રતિકાત્મક તસવીર)

જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ જવાહરનગર પોલીસે અવધ વિહાર સોસાયટીના વર્તમાન પ્રમુખ સુરેશચંદ્ર પરમારની ફરિયાદના આધારે પૂર્વ પ્રમુખ આશિષ જોષી, ઉપપ્રમુખ જયદીપ પરમાર, મંત્રી રજનીકાંત ડાભી અને ખજાનચી મનિષ દેસાઇ સામે છેતરપિંડી-વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...