તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:દુષ્કર્મના કેસમાં પાદરાના પૂર્વ કોર્પોરેટરને 2 દિવસના રિમાન્ડ

વડોદરા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • યુવતીએ ફરિયાદ નોંધાવતાં જ કારમાં જયપુર ભાગી ગયો હતો
 • ભાવેશ પટેલને ભાગવામાં મદદ કરનારા લોકોની તપાસ કરાશે

દુષ્કર્મ કેસમાં ફરાર રહેલા પાદરાના પૂર્વ કોર્પોરેટર, એપીએમસીના પૂર્વ ડિરેક્ટર અને બૂટલેગર ભાવેશ પટેલને જયપુરથી પકડયા બાદ આજે આરોપીને અદાલત સમક્ષ રજૂ કરી તપાસ અધિકારીએ આરોપીના સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પાદરાના પૂર્વ કોર્પોરેટર ભાવેશ પટેલ સામે યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા કાર લઇને જયપુર ફરાર થયેલા ભાવેશને અદાલત સમક્ષ રજૂ કરી તપાસ અધિકારીએ આરોપીના સાત દિવસના રિમાન્ડની માંગણી કરતાં રજૂઆત કરી હતી કે, જે વર્ના કારમાં આરોપી ફરાર થયો હતો તે કાર કબજે કરવાની છે.

જયપુર ખાતે તે જે હોટલમાં રોકાયો હતો ત્યાં રાજસ્થાન ખાતે આરોપીને સાથે રાખી તપાસ કરવાની હોય આરોપીના સાત દિવસના રિમાન્ડની જરૂર છે. અન્ય કેટલા શખ્સએ આરોપીને મદદ કરી છે ? તેની તપાસ કરવાની છે. આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા.

આખી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું
ભાવેશ પટેલની ધરપકડ કરવામાં આવ્યાં બાદ મંગળવારેે દુષ્કર્મ કેસનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. જે સ્થળે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું ત્યાં તેમજ સોખડાખુર્દ ગામે જ્યાં દારૂ અને નોનવેજની પાર્ટી થઈ હતી તે ફાર્મમાં પણ આરોપીને લઇ જવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો