તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાથી બચવા માટે ફરજિયાત માસ્ક પહેરવાના કાયદાનો પોલીસ તંત્ર દ્વારા બેફામ દૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આજે સાંજે નવાપુરા પોલીસ મથકના પીએસઆઇએ માસ્કના દંડ બાબતે લાફા માર્યા હોવાનો આક્ષેપ પૂર્વ સાંસદ સત્યજીતસિંહ ગાયકવાડે કરતાં ચકચાર મચી ગઇ હતી.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના પોલોમેદાન પાસે બઞીખાના ખાતે રહેતા પૂર્વ સાંસદ અને કોગ્રેસ અગ્રણી સત્યજીતસિંહ ગાયકવાડના બહેન સાંજના સમયે પોતાનો ડોગ લઇ ઇવનિંગ વોકમાં નીકળ્યા હતા. માસ્ક વગર નીકળેલા બહેનને નવાપુરા પોલીસ મથકના ડી સ્ટાફે રોક્યા હતા અને દંડ ભરવા માટે જણાવ્યું હતું. પરંતુ તેઓ પાસે પૈસા ન હોવાથી ભાઇ સત્યજીતસિંહને ફોન કરી બોલાવ્યા હતાં. તુરત જ સત્યજીતસિહ દંડની રૂપિયા 1000 રકમ લઈને સ્થળ ઉપર પહોંચી ગયા હતા.
આ ઘટના અંગે સાંસદે જણાવ્યું હતું કે, સ્થળ ઉપર પહોચી દંડ ભરી રિસીપ્ટ માગી હતી. ત્યારે પોલીસે જણાવ્યું કે, હાલ રિસીપ્ટ નથી. દંડની રકમ આપી દો. આ બાબતે રકઝક થતાં પોલીસ અધિકારી આવી પહોંચ્યા હતા અને ઉધ્ધતાઇભર્યું વર્તન કર્યું હતું.
પોલીસ અધિકારીને પોતે પૂર્વ સાંસદ હોવાની ઓળખ આપતા રોષે ભરાઇ ગયા હતા. અને લાફા ઝીકી દીધા હતાં. આ ઉપરાંત બીજી કલમો લગાવી ફિટ કરી દેવાની ધમકી આપી હતી. તે બાદ ઘરે ગયા બાદ પોલીસ આવી પહોંચી હતી અને ઘરમાં આવીને પણ ધમકી આપી હોવાનો પૂર્વ સાસદે આક્ષેપ કર્યો હતો. તેઓએ પોલીસ અધિકારીએ લુખ્ખા જેવી ભાષાનો પણ ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
આ બનાવ અંગે પૂર્વે સાંસદે પીએસઆઇ ડી.એસ. પટેલ વિરુદ્ધ કાર્યવાહીની કરી માંગ કરી છે. સાથે તેઓએ કોરોનામા પોલીસની માનસિક સ્થિતિ ખરાબ થઇ ગય છે. તેઓનો ઇલાજ કરાવવા લાગણી વ્યક્ત કરી છે. તે સાથે નવાપુરા પોલીસ મથકના પીએસઆઇ ડી.એસ. પટેલની તાત્કાલિક બદલી કરી કાર્યવાહી કરવા માંગણી કરી છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.