તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેમેજ અનકંટ્રોલ:પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા છેલ્લી ઘડીએ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનતાં વોર્ડ 9માં પુત્રીની ટિકિટ કપાશે

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ નવા ચહેરા નક્કી કરવામાં, કોંગ્રેસ જૂનાની રિપીટ થીયરીમાં અટવાયું
  • ઉમેદવાર નક્કી કરવામાં કોંગ્રેસનો પેચ વોર્ડ 1 અને 18 માં ફસાયો
  • ભાજપમાં ઉમેદવારો અંગે મોડી રાત સુધી ખેંચતાણ યથાવત્

પાલિકાની ચૂંટણીના ઉમેદવારો નકકી કરવાની અંતિમ ઘડીઓમાં ભાજપ નવા ચહેરાને તક આપવામાં અને કોંગ્રેસ જૂનાને રિપિટ કરવામાં અટવાયું છે. બીજી તરફ છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાની દિકરી વસુંધરા રાઠવાએ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 9માંથી દાવેદારી નોંધાવી છે ત્યારે છેલ્લી ઘડીએ મોવડી મંડળે રામસિંહ રાઠવાને ભારaતીય જનતા પાર્ટી અનુસુચીત જનજાતી મોર્ચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા છે. હવે હોદેદારના સગાને ટિકિટ નહીંના નિયમ મુજબ તેમની પુત્રીનો વોર્ડ 9માં ઉમેદવારીનો દાવો માન્ય નહીં રહે.

નવી ફોર્મ્યુલામાં 17 કપાઇ જતાં 25થી વધુ નવા ચહેરા સમાવાશે
પાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવા માટે માંડ 72 કલાક બાકી રહ્યા છે ત્યાં સુધી ભાજપની યાદી જાહેર કરવામાં ન આવતા ભાજપમાં છેલ્લી ઘડી સુધી મડાગાંઠ યથાવત રહેવા પામી છે. જોકે, 25 જેટલા નવા ચહેરા ‘ઇન’ થાય તેવી શક્યતાના પગલે કપાયેલા અને અસંતુષ્ટો માટે ભાજપે ડેમેજ કંટ્રોલની તૈયારી શરૂ કરાઇ છે. પાલિકાના 19 વોર્ડ ની 76 બેઠક માટે ભાજપમાંથી દાવેદારો નું ઘોડાપૂર નીકળ્યું હતું અને અંતિમ ચર્ચા માટે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં નામું મુકાયા હતા. જેમાં ભારે હુંસાતુસી બાદ અંતિમ ઓપ આપવાની પ્રક્રિયા પ્રદેશ ભાજપા કાર્યાલયમાં ચાલી રહી છે.

ભાજપમાંથી ઉંમરના કારણે 12 કોર્પોરેટરની ટીકીટ કપાઈ ગઈ છે તો ત્રણ ટર્મના કારણે 3 સગાવાદમાં,2 કોર્પોરેટર નો રિપીટ થિયરીમાં આવી ગયા છે.ભાજપે મિશન 76 હેઠળ ઉમેદવારોની પસંદગી માટે એડીચોટીનું જોર લગાવ્યું છે પણ સાંસદ,ધારાસભ્યો અને સંગઠન વચ્ચેનો ગજગ્રાહ ખુલ્લો પડી ગયો છે. તા.4થીએ ભાજપ પાલિકાના ઉમેદવારોના નામ જાહેર કરે તેવી શકયતા જોવામાં આવી રહી છે ત્યારે 1 ચૂંટણી પેહલા કપાયેલા, ગત ચૂંટણીમાં હારેલા હોય તેવા 10 ચહેરા રિપીટ કરાય તેવી શકયતા છે અને બીજા 25 જેટલા નામો નવા આવે એવું ભાજપના મોરચે ચર્ચાઈ રહ્યું છે. આ નામોના સતાવાર જાહેરાત ટાણે ભડકો થવાની દહેશત છે અને તેને ધ્યાનમાં રાખી હાઈ કમાન્ડે ડેમેજ કન્ટ્રોલ કરવા આયોજન કર્યું છે.

કોંગ્રેસનું મોવડી મંડળ સીટિંગ કોર્પોરેટરને ન કાપવાના મૂડમાં
કોંગ્રેસનો વોર્ડ નંબર 1 અને 14 માં પેચ ભેરવાઇ ગયો છે. પ્રદેશ મોવડી મંડળ દ્વારા સિટિંગ કોર્પોરેટરની ટિકિટ નહિ કાપવા પર ભાર મૂકયો છે. જેના કારણે વડોદરા શહેરમાં કોકડુ ગૂચવાઇ ગયું છે. શહેરના પ્રભારીઓને જવાબદારી સોંપાઇ છે. વોર્ડ 1 માં સિટિંગ કોર્પોરેટર અતુલ પટેલના સ્થાને પાસના હરીશ પટેલને ટિકિટ આપવા તથા વોર્ડ 14 માં સિટિંગ કોર્પોરેટર હેમાંગીની કોલેકર ની જગ્યાએ અમીત ઘોટીકરને ટિકિટ આપવા માટે શહેરના નેતાઓ દ્વારા પ્રયાસો કરાઇ રહ્યા છે. જેના કારણે પ્રદેશ કક્ષાએ ટિકિટ વેંહચણીનું કોકડું ગૂંચવાઇ ગયું છે. જેના કારણે ટિકિટો જાહેર કરવામાં પણ વિલંબ થઇ રહ્યો છે. નામો પર સંમતિ સંધાઇ રહી નથી.

સીટીંગ કાઉન્સલરેને કાપવામાં આવે તો વિવાદ વધી શકે તેમ છે. બીજી તરફ કોગ્રેસ માટે 2 હજાર સભ્યો બનાવનાર કાર્યકર્તાઓને પણ ટિકિટ આપવાની જાહેરાત પ્રદેશ કક્ષાએથી કરવામાં આવી હતી. વર્તમાન પરિસ્થિતિમાં 2 હજાર સભ્ય બનાવનાર વોર્ડ નંબર 2 ના નિકુલ પટેલ,વોર્ડ નંબર 14 માંથી સની ચોહાણ,ઝુનેદ સૈયદ તથા વોર્ડ નંબર 10 માંથી અશફાક મલીકની ટિકિટ સામે પણ પ્રશ્ન ઉભો થયો છે. જો 2 હજાર સભ્યો બનાવનારને ટિકિટ ના આપવામાં આવે તો કાર્યકરોમાં ખોટો મેસેજ જાય તેમ હોવાનું પણ મોવડી મંડળ દ્વારા બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. વોર્ડ નંબર 18 માં ચિરાગ ઝવેરીને ટિકિટ આપવામાં આવશે કે નહિ તેના પર સસ્પેન્સ યથાવત છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો