આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા વિવિધ જિલ્લાના ઇન્ચાર્જ તરીકેની વરણી કરવામાં આવી છે. જેમાં ખેડા જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ તરીકે પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારીને જવાબદારી સોંપાઈ છે.
જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણી યોજાશે. જે સંદર્ભે વિવિધ જિલ્લાઓમાં સંગઠનને મજબૂત કરવા તેમજ ઉમેદવારોની પસંદગી, ગ્રામ સમિતિની રચના, બૂથ મેનેજમેન્ટ અને પક્ષની વિચારધારા છેવડાના નાગરિક સુધી પહોંચે તે માટે અલગ અલગ જિલ્લામાં જુદા જુદા ઇન્ચાર્જની વરણી કરાઈ છે.
પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારીને ખેડા જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપાઈ છે. તેઓએ ચૂંટણીના પરિણામો ન આવે ત્યાં સુધી જિલ્લા, તાલુકા અને નગર પાલિકા વિસ્તારમાં તમામ સાથે સંકલન કરવાની, હોદ્દેદારોને અને કાર્યકરોને જવાબદારી સોંપવાની તેમજ હાથ સે હાથ જોડો અભિયાનમાં સંકલન કરીને વિસ્તારમાં અભિયાનને સફળ બનાવવા માટેનું પણ કહેવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.