તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પઠાણ બંધુઓની મદદ:પૂર્વ ક્રિકેટર ઇરફાન-યુસુફ પઠાણે પંચમહાલના અંતરિયાળ બાકરોલ ગામમાં જરૂરિયાતમંદોને સોલાર લાઇટની સહાય કરી

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
મેહમૂદખાન પઠાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 25 જેટલા ગામના પરિવારોને સોલાર લાઇટોનું વિતરણ કરવામાં આવ્યું - Divya Bhaskar
મેહમૂદખાન પઠાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 25 જેટલા ગામના પરિવારોને સોલાર લાઇટોનું વિતરણ કરવામાં આવ્યું
  • ગામના 25થી 30 જેટલા ઘરોમાં વીજળી ન હતી, પઠાણ બંધુઓની મદદથી તેમના ઘર અજવાળા થઈ ઝગમગી ઉઠ્યા

ક્રિકેટર ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણ સામજિક કર્યો કે જરૂરિયાતમંદોની મદદ માટે હંમેશા આગળ આવી પોતાની સેવા આપતા રહે છે, ત્યારે પંચમહાલના બાકરોલ ગામ ખાતે મેહમૂદખાન પઠાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 25 જેટલા ગામના પરિવારોને સોલાર લાઇટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પઠાણ બંધુઓએ ગામમાં જઇને મદદ કરી
ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણના ઓળખીતા ગ્રાઉન્ડમેન દ્વારા પોતાના પંચમહાલના બાકરોલ ગામ ખાતે 25 જેટલા પરિવારો હતા, જેઓ ઝૂંપડામાં રહે છે અને તેમના ઘરે વીજળી પણ ન હોવાથી તેમને ઘણી મુશ્કેલીઓ પડતી હોવાની રજૂઆત કરી હતી. જે સાંભળતા જ ઇરફાન તથા યુસુફ દ્વારા આ ગ્રામજનોને પોતાના ટ્રસ્ટ વતી મદદ કરવાનું નક્કી કરી લીધું અને બંને ભાઈઓ બાકરોલ ગામમાં પહોંચી ગયા હતા અને બંને ભાઈઓ દ્વારા ગામના 25 જેટલા પરિવારો કે, જેમના ઘરે વીજળી ન હતી ત્યાં તમામને સોલાર લાઇટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પૂર્વ ક્રિકેટર ઇરફાન-યુસુફ પઠાણે પંચમહાલના બાકરોલ ગામમાં જરૂરિયાતમંદોને સોલાર લાઇટની સહાય કરી
પૂર્વ ક્રિકેટર ઇરફાન-યુસુફ પઠાણે પંચમહાલના બાકરોલ ગામમાં જરૂરિયાતમંદોને સોલાર લાઇટની સહાય કરી

ગ્રામજનોએ પઠાણ બંધુઓનો આભાર માન્યો
સોલાર લાઈટ સૂર્યપ્રકાશના તડકામાં ચાર્જ થાય છે અને 12થી 13 કલાક અજવાળું આપે છે. તમામ ગ્રામજનોએ પણ પઠાણ બંધુઓના આ કામની પ્રશંસા કરીને આભાર માન્યો હતો.

તમામ ગ્રામજનોએ પણ પઠાણ બંધુઓના આ કામની પ્રશંસા કરીને આભાર માન્યો
તમામ ગ્રામજનોએ પણ પઠાણ બંધુઓના આ કામની પ્રશંસા કરીને આભાર માન્યો
અન્ય સમાચારો પણ છે...