કાર્યવાહી:પૂર્વ કોર્પોરેટરે લગ્નમાં કરેલા ફાયરિંગની તપાસ શરૂ કરાઈ, પાર્ટી પ્લોટના માલિક અને ભાગીદારનાં નિવેદન લેવાયાં

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના અરવિંદ પ્રજાપતિ દ્વારા લગ્ન પ્રસંગ ટાણે હવામાં ફાયરિંગ કર્યાનો વીડિયો વાઇરલ થયો હતો

ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર દ્વારા લગ્ન પ્રસંગ દરમિયાન કરવામાં આવેલા ફાયરિંગના મામલાની તાલુકા પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આ અંગે પાર્ટી પ્લોટના માલિક અને ભાગીદારના નિવેદન પણ નોંધવામાં આવ્યાં છે.તાલુકા પોલીસ મથકના પીએસઆઈએ કરેલી તપાસ અંગે જણાવ્યું હતું કે, વેમાલી ખાતે આવેલા પાલખી પાર્ટી પ્લોટમાં આ બનાવ 17 માર્ચના રોજ બન્યો હોવાનું બહાર આવ્યું છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં પૂર્વ કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિ પાર્ટી પ્લોટની બહારના ભાગે હવામાં ફાયરિંગ કરતા દેખાય છે.

પોલીસ દ્વારા આ હથિયાર કોનું હતું, કયું હતું, પરવાના વાળું છે કે પરવાના વિનાનું તે અંગેની તપાસ હાથ ધરવામાં આવશે. પોલીસને પ્રાપ્ત થયેલી માહિતીમાં પાર્ટી પ્લોટના ભાગીદારની પુત્રીનું જ લગ્ન હતું અને ફાયરિંગ કરનાર પૂર્વ કાઉન્સિલર જાનમાં વર પક્ષ તરફથી આવ્યો હતો.આ અંગે હાલમાં તપાસ ચાલી રહી છે. જેમાં હથિયાર અંગે માહિતી બહાર આવ્યા બાદ જ આર્મ્સ એક્ટનો ભંગ થયો છે કે નહિ કહી શકાય એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...