તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરમાં મંગળવારે કોરોનાના નવા 43 કેસ નોંધાયા હતા. જયારે 20 દિવસ બાદ કોરોનાથી મોત નોંધાયું હતું. જેમાં કોરોનાની 20 દિવસની સારવાર બાદ ભાજપના પૂર્વ કોર્પોરેટરનું મોત થયું હતું. શહેરમાં છેલ્લા 5 દિવસથી કોરોનાના કેસો 42-43 પર સ્થિર થઇ ગયા છે. હજી પણ શહેરના 8થી 10 વિસ્તારોમાં કોરોનાના કેસો નિયમિતપણે આવી રહ્યા છે. હાલમાં ચૂંટણીને લીધે જે સામૂહિક અવર-જવર વધી છે, તેને પગલે આગામી દિવસોમાં 10 ટકા કેસો વધે તેવી શક્યતા તબીબો વ્યક્ત કરી રહ્યા છે.
સમગ્ર જિલ્લામાં માત્ર ડભોઇ તાલુકામાં જ સળંગ છેલ્લા 15 દિવસથી કોરોનાના કેસો આવી રહ્યા છે. આ ઉપરાંત પાદરા અને વાઘોડિયામાં પણ કેસો ઘટવાનું નામ નથી લઇ રહ્યા. હાલમાં કુલ કેસોનો આંક 24,189 થયો છે. બીજી તરફ મંગળવારે 53ને ડિસ્ચાર્જ અપાતાં 23,360 લોકો હવે કોરોનાથી સાજા થઇ ચૂક્યા છે.
શહેર-જિલ્લામાં હાલમાં 62 દર્દીઓને ઓક્સિજન પર અને 26ને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે, જે છેલ્લા ચાર-પાંચ દિવસમાં સૌથી વધુ છે. છેલ્લા 20 દિવસથી કોરોનામાં એક પણ સત્તાવાર મોત નિપજ્યું ન હતું. પરંતુ મંગળવારે મોત નોંધાયું હતું. વીઆઇપી રોડ પર અમરપાર્ક સોસાયટીમાં રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટર પ્રવિણ જાની ઉર્ફે મામાને કોરોના થયા બાદ 20 દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.