તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાદરા દુષ્કર્મ કેસ:સોખડા પાસે ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ બાદ યુવતી પર દુષ્કર્મ આચરનાર પૂર્વ કોર્પોરેટરને જયપુરથી વડોદરા લવાયો

વડોદરા11 દિવસ પહેલા
પૂર્વ કોર્પોરેટર, APMCના પૂર્વ ડિરેક્ટર અને બૂટલેગર ભાવેશ પટેલને જયપુરથી વડોદરા લવાયો
  • પાદરા પોલીસ આરોપી ભાવેશ પટેલનો કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માગશે
  • આરોપી ભાવેશ પટેલ બુટલેગર છે અને પૂર્વ કોર્પોરેટર, APMCનો પૂર્વ ડિરેક્ટર રહી ચૂક્યો છે

યુવતીને બંધક બનાવીને કારમાં દુષ્કર્મ આચરવાના કેસમાં પાદરાના પૂર્વ કોર્પોરેટર, APMCના પૂર્વ ડિરેક્ટર અને બૂટલેગર ભાવેશ પટેલની વડોદરા એલસીબીએ જયપુરથી ઝડપી પાડ્યો હતો. જ્યાંથી તેને આજે વડોદરા એલસીબીની કચેરી ખાતે લવાયો હતો અને ત્યાંથી તેને પાદરા પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસ આરોપી ભાવેશ પટેલનો કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માગશે. મેડિકલ ટેસ્ટ અને ભાગવામાં કોને મદદ કરી સહિતના મુદ્દાઓને આધારે પોલીસ આરોપીના રિમાન્ડ માગશે.

ફાર્મહાઉસમાં દારુ અને નોનવેજની પાર્ટી યોજી હતી
વડોદરા શહેર નજીક પાદરા ગામે રહેતી 25 વર્ષીય યુવતી વૈશાલી પટેલ( નામ બદલ્યું છે) વડોદરાના ખાનગી મોલમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 26 એપ્રિલના રોજ તેના મિત્ર શિવમ ગાંધીએ ફોન કરી જણાવ્યું હતું કે રાત્રે સોખડા ગામે આવેલા ભૂમિત અતિમભાઈ પટેલના ફાર્મહાઉસ ઉપર દારૂ અને નોનવેજની પાર્ટી રાખી છે, જેથી આપણે બધા મિત્રો ભેગા થવાના છે. વાત જાણ્યા બાદ વૈશાલી પાર્ટીમાં જવા રાજી થઈ હતી અને યુવતી નોકરી પરથી છૂટીને પોતાનું એક્ટિવા લઇને સોખડા ફાર્મ પર પહોંચી હતી.

મેડિકલ ટેસ્ટ અને ભાગવામાં કોને મદદ કરી સહિતના મુદ્દાઓને આધારે પોલીસ આરોપીના રિમાન્ડ માગશે
મેડિકલ ટેસ્ટ અને ભાગવામાં કોને મદદ કરી સહિતના મુદ્દાઓને આધારે પોલીસ આરોપીના રિમાન્ડ માગશે

ફાર્મહાઉસ બહાર પોલીસ આવતાં યુવતી ગભરાઈ ગઈ
પાર્ટીમાં શિવમ હરીશભાઇ ગાંધી, ભૂમિત અમિતભાઈ પટેલ, ભૂમિતના પિતા-અમિતભાઈ અંબાલાલ પટેલ, ભૂમિતની માતા-નીમાબેન અમિતભાઈ પટેલ, ભૂમિતની પત્ની-ડીંકી પટેલ તથા વૈશાલીનો મિત્ર નીલ વસંતભાઇ પટેલ ઉપસ્થિત હતાં. એ પૈકી શિવમ, ભૂમિત તથા નીલ દારૂનો નશો કરી ઊંઘી ગયા હતા. દરમિયાન રાત્રે 11 વાગ્યાના સુમારે પોલીસની ગાડી પેટ્રોલિંગમાં આવીને ફાર્મની નજીક ઊભી રહેતાં ફાર્મહાઉસમાં ચાલતી દારૂની પાર્ટીથી ગભરાયેલી વૈશાલી બચવા માટે અન્ય ખેતરમાં દોડી ગઈ હતી અને મદદ માટે તેના મિત્રોને ફોન કરતાં રાત્રે 12 વાગ્યે વૈશાલીની મદદ માટે ફોર્ચ્યુનર કાર લઈ પાદરાના પૂર્વ કોર્પોરેટર ભાવેશ ઉર્ફે લાલુ ચંદ્રકાંત પટેલ(રહે, ઓધવભુલાની ખડકી, પાદરા, વડોદરા ) આવી પહોંચ્યો હતો. તેની કારમાં આવેલા પૃથ્વી પટેલ તથા ગૌરી સોની ફાર્મહાઉસમાં રોકાઈ ગયા હતા.

પૂર્વ કોર્પોરેટરે કહ્યુંઃ તું બધા સાથે શરીર સંબંધ બાંધે છે, તો મારી સાથે કેમ નહીં
ભાવેશ વૈશાલી સાથે કારમાં પરત પાદરા જવા નીકળ્યો હતો. એ સમયે ભાવેશે અંતરિયાળ રસ્તા ઉપર કાર ઊભી રાખતાં વૈશાલીને અજુગતું થવાની શંકા જતાં તેના મિત્રોને ફોન કરી જણાવ્યું હતું, જેથી ઉશ્કેરાયેલા ભાવેશે જણાવ્યું હતું કે તને મારા પર ભરોસો નહીં ને હવે હું તારી સાથે શારીરિક સંબંધ બાંધીને જ રહીશ અને કાર બિલ તરફ લઈ જઇ ચાલુ કારમાં છાતીના ભાગે અડપલાં કરી તું બધા સાથે શરીર સંબંધ બાંધે છે, તો મારી સાથે કેમ નહીં તેમ કહી છાતીના ભાગે મુક્કો માર્યો હતો.

પૂર્વ કોર્પોરેટરે યુવતી સાથે બળાત્કાર કર્યો હતો
પૂર્વ કોર્પોરેટરે યુવતી સાથે બળાત્કાર કર્યો હતો

પૂર્વ કોર્પોરેટરે યુવતી સાથે બળાત્કાર કર્યો
દરમિયાન ગાડી ઊભી રાખી વૈશાલીને નિર્વસ્ત્ર કરીને બળાત્કાર કર્યો હતો. જોકે એ સમયે યુવતીના મિત્રએ ફોન કરી પોલીસ ફરિયાદની વાત કરતાં ગભરાયેલો ભાવેશ વૈશાલીને પરત પાદરા મૂકી નાસી છૂટ્યો હતો. ભાવેશ માથાભારે હોવાથી વૈશાલીએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું, પરંતુ મિત્રએ હિંમત આપતાં યુવતીએ પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

વડોદરા જિલ્લા એસપીએ એલસીબીને તપાસ સોંપી હતી
પાદરાની 25 વર્ષીય યુવતીને બંઘક બનાવીને બંધક બનાવીને દુષ્કર્મ આચરવાના કેસમાં વડોદરા જિલ્લા એસપીએ એલસીબીને તપાસ સોંપી હતી. પોલીસે સોખડાખુર્દના ફાર્મ પર હાજર લોકોનાં નિવેદનો લીધા હતા, જ્યારે ગુનામાં વપરાયેલી ફોર્ચ્યુનર કારને પણ પોલીસે પાદરાથી જ કબજે કરી હતી. ત્યારબાદ પોલીસની અલગ-અલગ ટીમો મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં આરોપીને શોધવા માટે ગઇ હતી. આ દરમિયાન વડોદરા એલસીબીએ આરોપી ભાવેશ પટેલને જયપુરથી ઝડપી પાડ્યો હતો. જ્યાંથી તેને આજે વડોદરા એલસીબીની કચેરી ખાતે લવાયો હતો અને ત્યાંથી તેને પાદરા પોલીસને સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો