તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મનો આરોપી પકડાયો:વડોદરાના ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ બાદ યુવતી પર કારમાં દુષ્કર્મ આચરનાર આરોપી ઝડપાયો, પૂર્વ કોર્પોરેટરની જયપુરથી ધરપકડ

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
દુષ્કર્મ કેસના આરોપી ભાવેશ પટેલને પોલીસે જયપુરથી ઝડપી પાડ્યો - Divya Bhaskar
દુષ્કર્મ કેસના આરોપી ભાવેશ પટેલને પોલીસે જયપુરથી ઝડપી પાડ્યો
  • આરોપી ભાવેશ પટેલ બુટલેગર છે અને પૂર્વ કોર્પોરેટર, APMCનો પૂર્વ ડિરેક્ટર રહી ચૂક્યો છે

યુવતીને બંધક બનાવીને કારમાં દુષ્કર્મ આચરવાના કેસમાં પાદરાના પૂર્વ કોર્પોરેટર, APMCના પૂર્વ ડિરેક્ટર અને બૂટલેગર ભાવેશ પટેલની વડોદરા એલસીબીએ જયપુરથી ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીને રાજસ્થાનના જયપુરથી વડોદરા લાવવાની કાર્યવાહી શરૂ કરી છે, ત્યાર બાદ પાદરા પોલીસ આરોપીની ધરપકડ કરીને કોરોના ટેસ્ટ કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરશે.

ફાર્મહાઉસમાં દારુ અને નોનવેજની પાર્ટી યોજી હતી
વડોદરા શહેર નજીક પાદરા ગામે રહેતી 25 વર્ષીય યુવતી વૈશાલી પટેલ( નામ બદલ્યું છે) વડોદરાના ખાનગી મોલમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 26 એપ્રિલના રોજ તેના મિત્ર શિવમ ગાંધીએ ફોન કરી જણાવ્યું હતું કે રાત્રે સોખડા ગામે આવેલા ભૂમિત અતિમભાઈ પટેલના ફાર્મહાઉસ ઉપર દારૂ અને નોનવેજની પાર્ટી રાખી છે, જેથી આપણે બધા મિત્રો ભેગા થવાના છે. વાત જાણ્યા બાદ વૈશાલી પાર્ટીમાં જવા રાજી થઈ હતી અને યુવતી નોકરી પરથી છૂટીને પોતાનું એક્ટિવા લઇને સોખડા ફાર્મ પર પહોંચી હતી.

ફાર્મહાઉસ બહાર પોલીસ આવતાં યુવતી ગભરાઈ ગઈ
પાર્ટીમાં શિવમ હરીશભાઇ ગાંધી, ભૂમિત અમિતભાઈ પટેલ, ભૂમિતના પિતા-અમિતભાઈ અંબાલાલ પટેલ, ભૂમિતની માતા-નીમાબેન અમિતભાઈ પટેલ, ભૂમિતની પત્ની-ડીંકી પટેલ તથા વૈશાલીનો મિત્ર નીલ વસંતભાઇ પટેલ ઉપસ્થિત હતાં. એ પૈકી શિવમ, ભૂમિત તથા નીલ દારૂનો નશો કરી ઊંઘી ગયા હતા. દરમિયાન રાત્રે 11 વાગ્યાના સુમારે પોલીસની ગાડી પેટ્રોલિંગમાં આવીને ફાર્મની નજીક ઊભી રહેતાં ફાર્મહાઉસમાં ચાલતી દારૂની પાર્ટીથી ગભરાયેલી વૈશાલી બચવા માટે અન્ય ખેતરમાં દોડી ગઈ હતી અને મદદ માટે તેના મિત્રોને ફોન કરતાં રાત્રે 12 વાગ્યે વૈશાલીની મદદ માટે ફોર્ચ્યુનર કાર લઈ પાદરાના પૂર્વ કોર્પોરેટર ભાવેશ ઉર્ફે લાલુ ચંદ્રકાંત પટેલ(રહે, ઓધવભુલાની ખડકી, પાદરા, વડોદરા ) આવી પહોંચ્યો હતો. તેની કારમાં આવેલા પૃથ્વી પટેલ તથા ગૌરી સોની ફાર્મહાઉસમાં રોકાઈ ગયા હતા.

આરોપી પૂર્વ કોર્પોરેટર ભાવેશ પટેલ
આરોપી પૂર્વ કોર્પોરેટર ભાવેશ પટેલ

પૂર્વ કોર્પોરેટરે કહ્યુંઃ તું બધા સાથે શરીર સંબંધ બાંધે છે, તો મારી સાથે કેમ નહીં
ભાવેશ વૈશાલી સાથે કારમાં પરત પાદરા જવા નીકળ્યો હતો. એ સમયે ભાવેશે અંતરિયાળ રસ્તા ઉપર કાર ઊભી રાખતાં વૈશાલીને અજુગતું થવાની શંકા જતાં તેના મિત્રોને ફોન કરી જણાવ્યું હતું, જેથી ઉશ્કેરાયેલા ભાવેશે જણાવ્યું હતું કે તને મારા પર ભરોસો નહીં ને હવે હું તારી સાથે શારીરિક સંબંધ બાંધીને જ રહીશ અને કાર બિલ તરફ લઈ જઇ ચાલુ કારમાં છાતીના ભાગે અડપલાં કરી તું બધા સાથે શરીર સંબંધ બાંધે છે, તો મારી સાથે કેમ નહીં તેમ કહી છાતીના ભાગે મુક્કો માર્યો હતો.

પૂર્વ કોર્પોરેટરે યુવતી સાથે બળાત્કાર કર્યો
દરમિયાન ગાડી ઊભી રાખી વૈશાલીને નિર્વસ્ત્ર કરીને બળાત્કાર કર્યો હતો. જોકે એ સમયે યુવતીના મિત્રએ ફોન કરી પોલીસ ફરિયાદની વાત કરતાં ગભરાયેલો ભાવેશ વૈશાલીને પરત પાદરા મૂકી નાસી છૂટ્યો હતો. ભાવેશ માથાભારે હોવાથી વૈશાલીએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું, પરંતુ મિત્રએ હિંમત આપતાં યુવતીએ પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

વડોદરા જિલ્લા એસપીએ એલસીબીને તપાસ સોંપી હતી
પાદરાની 25 વર્ષીય યુવતીને બંઘક બનાવીને બંધક બનાવીને દુષ્કર્મ આચરવાના કેસમાં વડોદરા જિલ્લા એસપીએ એલસીબીને તપાસ સોંપી હતી. પોલીસે સોખડાખુર્દના ફાર્મ પર હાજર લોકોનાં નિવેદનો લીધા હતા, જ્યારે ગુનામાં વપરાયેલી ફોર્ચ્યુનર કારને પણ પોલીસે પાદરાથી જ કબજે કરી હતી. ત્યારબાદ પોલીસની અલગ-અલગ ટીમો મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં આરોપીને શોધવા માટે ગઇ હતી. આ દરમિયાન વડોદરા એલસીબીએ આરોપી ભાવેશ પટેલને જયપુરથી ઝડપી પાડ્યો છે.

RTPCR ટેસ્ટ વગર અન્ય રાજ્યમાં કેવી રીતે પહોંચ્યો?
હાલ કોરોનાના સંક્રમણને જોતાં આંતરરાજ્ય પ્રવાસ કરતા લોકો માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત બનાવાયો છે ત્યારે ગુજરાતમાંથી રાજસ્થાન ગયેલા ભાવેશે રાજસ્થાનામાં પ્રવેશ કરતી વખતે આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો કે કેમ તે મુદ્દાની પોલીસ તપાસ કરી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો