પૂર્વ સાંસદને નવી જવાબદારી:છોટાઉદેપુરના ભાજપના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાએ આદિજાતિ મંત્રાલયના TRIFEDના ચેરમેન પદે ચાર્જ સાંભળ્યો

છોટાઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
TRIFEDના ચેરમેન રામસિંહ રાઠવાએ આજે પદભાર સાંભળ્યો હતો - Divya Bhaskar
TRIFEDના ચેરમેન રામસિંહ રાઠવાએ આજે પદભાર સાંભળ્યો હતો
  • તિલકવાડાના જાણીતા કથાકાર અને જ્યોતિષી વિરંચી પ્રસાદ શાસ્ત્રીએ દિલ્હી ખાતેની ઓફિસમાં પૂજા કરી

કેન્દ્ર સરકારના આદિજાતિ મંત્રાલયના TRIFEDના ચેરમેન તરીકે છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાની નિમણૂંક કરવામાં આવી છે. તેમની નિમણૂંક થતા દિલ્હી ખાતે તેમને ઓફિસ અને કોઠી આપવામાં આવી છે. TRIFEDના ચેરમેન રામસિંહ રાઠવાએ આજે પદભાર સાંભળ્યો હતો. નર્મદા તિલકવાડાના જાણીતા કથાકાર અને જ્યોતિષી વિરંચી પ્રસાદ શાસ્ત્રીએ રામસિંહ રાઠવાની દિલ્હી ખાતેની ઓફિસમાં પૂજા કરી શરૂઆત કરાવી હતી અને તેમના નિવાસ્થાને પણ પૂજા કરીને પ્રવેશ કર્યો હતો. હવે ગુજરાત રાજ્યને આદિવાસીઓના વિકાસ માટે વધુ એક હોદ્દેદાર મળ્યા છે, ત્યારે દેશભરના આદિવાસી સમાજના વિકાસની કામગીરી હવે રામસિંહ રાઠવા નિભાવશે.

રાજસ્થાનના પ્રભારી તરીકે ભાજપે નિયુક્ત કર્યાં ભાજપના સિનિયર અને પાયાના કાર્યકર, અનુભવી આગેવાન એવા રામસિંહ રાઠવા છોટાઉદેપુર સાંસદ તરીકે વર્ષોથી જીતતા આવ્યા હતા. આદિવાસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની પણ કામગીરી કરી છે. હાલ તેમને રાજસ્થાનના પ્રભારી તરીકે ભાજપે નિયુક્ત કર્યાં છે, ત્યારે આવા સિનિયર નેતાને કેન્દ્રીય મંત્રી જેવો એક વધુ હોદ્દો આપીને સન્માન કર્યું છે.

કેન્દ્ર સરકારના આદિજાતિ મંત્રાલયના TRIFEDના ચેરમેન તરીકે છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાની નિમણૂંક કરવામાં આવી છે
કેન્દ્ર સરકારના આદિજાતિ મંત્રાલયના TRIFEDના ચેરમેન તરીકે છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાની નિમણૂંક કરવામાં આવી છે

અગ્રણી નેતાઓએ તેમને શુભેચ્છા પાઠવી છોટાઉદેપુરના પૂર્વ સાંસદ ભાજપના અગ્રણી નેતા રામસિંહ રાઠવાની કેન્દ્રીય જનજાતિય કાર્ય મંત્રાલય(ministry of tribal af fairs)માં ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમની આ નિમણૂક થવાથી ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડા સહિતના અગ્રણી નેતાઓએ તેમને શુભેચ્છા પાઠવી હતી. હવે તેમની ગમગીરીમાં તેમને નાના વન ઉત્પાદન (એમએફપી) અને સરપ્લસ એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ (એસએપી) દ્વારા એકત્રિત વાવેતર કરવામાં આવે છે. તેમને ટ્રાઇફેડ માર્કેટ ડેવલપર અને સર્વિસ પ્રોવાઇડર બંનેની બેવડી ભૂમિકા ભજવે છે, તેમને વ્યવસ્થિત રીતે તેમના ઓપરેશનને વધુ સારી રીતે કરવા માટે સાધનો સાથે સશક્ત બનાવે છે અને તેમના માર્કેટિંગ અભિગમને વિકસાવવામાં પણ મદદ કરે છે.

દેશભરના આદિવાસી સમાજના વિકાસની કામગીરી હવે રામસિંહ રાઠવા નિભાવશે
દેશભરના આદિવાસી સમાજના વિકાસની કામગીરી હવે રામસિંહ રાઠવા નિભાવશે

TRIFEDની સ્થાપના ઓગસ્ટ 1987 થઇ ટ્રાઇફેડનો હેતુ એક ટકાઉ બજાર બનાવીને આદિવાસી લોકો માટે રામસિંહ રાઠવાની ચેરમેન પદે નિમણૂંક કરવામાં આવી છે. તે TRIFEDની સ્થાપના ઓગસ્ટ 1987માં મલ્ટિ-સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટીઝ એક્ટ, 1984 હેઠળ ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્તરની સહકારી સંસ્થા તરીકે કરવામાં આવી છે. આ તમામ કામગીરી તેમણે સાંભળી લીધી છે અને આધિકારીઓની એક મિટિંગ પણ દિલ્હી બોલાવી હતી.

તિલકવાડાના જાણીતા કથાકાર અને જ્યોતિષી વિરંચી પ્રસાદ શાસ્ત્રીએ દિલ્હી ખાતેની ઓફિસમાં પૂજા કરી
તિલકવાડાના જાણીતા કથાકાર અને જ્યોતિષી વિરંચી પ્રસાદ શાસ્ત્રીએ દિલ્હી ખાતેની ઓફિસમાં પૂજા કરી
અન્ય સમાચારો પણ છે...