PMOનું વટાવી વૈભવી ઠાઠ ભોગવતા અમદાવાદના ઇસનપુરના મહાઠગ કિરણ પટેલે અનેકને પોતાની જાળમાં ફસાવ્યાનું સામે આવી રહ્યું છે. ત્યારે વડોદરાના અકોટા બેઠકના પૂર્વ ધારાસભ્યને વર્ષ-2018માં નવરાત્રિ મહોત્સવ દરમિયાન ભેટો થઈ ગયો હતો. અકોટા વિધાનસભા મત વિસ્તારના ભાજપાના માજી ધારાસભ્ય સીમાબહેન મોહિલને પ્રભાવિત કરી દીધા હતા. ધારાસભ્ય સીમાબહેન મોહિલે પણ ઠગ કિરણ પટેલ ઉપર પ્રભાવિત થઇ ગયા હતા. આ અંગે સીમાબેને કહ્યું કે, હા કિરણ પટેલે મને પણ પીએમઓની ઓળખ આપી હતી.
ગરબાનો ખૂબ પ્રચાર થયો હતો
વર્ષ-2018માં વડોદરાના નવલખી મેદાનમાં ભાજપાના અગ્રણી મેહુલ ઝવેરી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ગરબાના આયોજનમાં તે સમયના અકોટા વિધાનસભાના ધારાસભ્ય સીમાબહેન મોહિલે પણ ગરબાના આયોજનના એક ભાગ હતા. વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં નવલખી મેદાનમાં ગરબાના આયોજનના ઠેર-ઠેર હોર્ડીંગ્સો લાગ્યા હતા. જેમાં ધારાસભ્ય સીમાબહેન મોહિલે, મહુલ ઝવેરી સહિતના આયોજકોના ફોટા પણ લાગ્યા હતા. આ ગરબાનું આયોજન પણ વડોદરામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
નવરાત્રીમાં ઠગ આવ્યો હતો
મળેલી માહિતી પ્રમાણે વર્ષ-2018માં નવલખી મેદાનમાં થયેલા ગરબાના આયોજન સમયે આયોજકો દ્વારા એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને કામ સોંપવામાં આવ્યું હતું. તે સમયે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના સંચાલકો સાથે ઠગ કિરણ પટેલ વડોદરા આવ્યો હતો. અકોટા વિધાનસભાના માજી ધારાસભ્ય સીમાબહેન મોહિલેનો સંપર્ક કર્યો હતો. તે સમયે પણ તેને પોતે PMOનું નામ વટાવ્યું હતું. સાથે ભાજપાના મોટા ગજાના રાજકીય અગ્રણીના નામો સાથે સબંધો હોવાનું જણાવી ધારાસભ્ય ઉપર પ્રભાવ પાડ્યો હતો.
ઠગને મોટી હસ્તીના રૂપમાં જોતા હતા
માજી ધારાસભ્ય સીમાબહેન મોહિલે પણ ઠગ કિરણ પટેલની વાકછટામાં આવી ગયા હતા. ઠગ કિરણ પટેલને પોતાના ગરબાના આયોજનના અન્ય આયોજકોને સારા વ્યક્તિ તરીકેની ઓળખ આપી હતી. ધારાસભ્ય સીમાબહેન મોહિલે ઠગ કિરણ પટેલને ગરબાના આયોજનમાં મદદરૂપ થવાના ભાગરૂપે લઇ આવ્યા હોવાથી, ગરબાના અન્ય આયોજકો મેહુલ ઝવેરી સહિતના અન્ય આયોજકો પણ ઠગ કિરણ પટેલને મોટી હસ્તીના રૂપમાં જોતા હતા. તેને સારો આવકાર આપતા હતા.
હું સચેત થઇ ગઇ હતી-પૂર્વ ધારાસભ્ય
માજી ધારાસભ્ય સીમાબહેન મોહિલેએ જણાવ્યું હતું કે, વર્ષ-2018માં નવરાત્રીમાં આવેલા કિરણ પટેલની વાતોથી પ્રભાવિત થઇ ગઇ હતી. પરંતુ, મેં કિરણ પટેલ મારો ભાઇ હોવાની કોઇ મારા ગરબાના અન્ય કોઇ આયોજકોને ઓળખ આપી ન હતી. કિરણ પટેલ સમાજલક્ષી સારા પ્રોજેક્ટો લઇને આવ્યો હોવાથી એક ધારાસભ્યના નાતે મેં મદદ કરી હતી. દરમિયાન નવરાત્રી પછી કિરણ પટેલ વિષે વાતો સાંભળવા મળતા હું સચેત થઇ ગઇ હતી. તેની સામે ઇવેન્ટના નાના વેન્ડરોને નાણાં ન ચૂકવ્યા હોવાની પણ રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. નવરાત્રી બાદ ક્યારેય ઠગ કિરણ પટેલને મળી નથી. કિરણ પટેલનું ભોપાળું સાંભળી હું પણ ચોંકી ઉઠી છું.
મેં ભાઇ તરીકે ઓળખ આપી નથી
મહાઠગ કિરણ પટેલને તમે નવારાત્રીના આયોજન સમયે સાથી આયોજકોને ભાઇ તરીકે ઓળખ આપી હતી તે વાત સાચી છે? તેવા એક પ્રશ્નના જવાબમાં માજી ધારાસભ્ય સીમાબહેન મોહિલેએ જણાવ્યું હતું કે, આ વાત તદ્દન ખોટી છે. તેઓ સમાજલક્ષી પ્રોજેક્ટે લઇને આવ્યા હોવાથી અને પોતાની PMO ઓફિસમાંથી કામ કરતા હોવાનું જણાવ્યું હોવાથી તેમને મેં એક ધારાસભ્ય તરીકે મદદરૂપ થઇ હતી.
ભાજપાની બહેનોને બહેન બનાવી દેતો હતો
એવી પણ માહિતી મળી છે કે, મહાઠગ કિરણ પટેલે વડોદરામાં કેટલાંગ લોકોને ચૂંટણીઓમાં ટિકીટ અપાવવાના પણ બણગાં ફૂંક્યા હતા. પરંતુ, કેટલાંક લોકોને ઠગ કિરણ પટેલ મહા ઠગ હોવાની જાણ થતાં, ભાજપા અગ્રણીઓને પોતાના નીકટના લોકોને સચેત કરી દીધા હતા. આ ઠગ ભાજપાના ઉચ્ચ હોદ્દાદારો સાથે પોતાના ઘનિષ્ઠ સબંધો રાખતો હતો. અને ભાજપાની અગ્રીમ હરોળની બહેનોને પોતાની બહેન તરીકેની લોકોને ઓળખ આપી પ્રભાવીત કરી દેતો હતો. અને વૈભવી ઠાઠ ભોગવતો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.