તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:તાલુકા પંચાયતની રણોલી-2 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ, મેન્ડેટ મેળવનાર ઉમેદવારનું અપક્ષ તરીકેનું ફોર્મ મંજૂર કરાયું

વડોદરા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હવે ભાજપ, આપ અને અપક્ષ વચ્ચે જંગ, અપક્ષ ઉમેદવારને કોંગ્રેસ ટેકો આપશે

જિલ્લા-તાલુકા પંચાયત ચૂંટણીમાં 15 ફેબ્રુઆરીએ ફોર્મની ચકાસણી કરાઇ હતી. જેમાં તાલુકા પંચાયતની રણોલી-2 બેઠક પર કોંગી ઉમેદવારને પક્ષે મેન્ડેટ ન આપતાં તેનું ફોર્મ રદ થયું હતું, બીજી તરફ કોંગી ઉમેદવાર પરંતુ અપક્ષમાં ફોર્મ ભરનાર ઉમેદવારને કોંગ્રેસે મેન્ડેટ આપ્યું હતું. રણોલી-2 બેઠક પર કોંગ્રેસની સીટ ખાલી પડી છે.

તાલુકા પંચાયતની રણોલી-2 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કેતન પરમારે ફોર્મ ભર્યું હતું. જ્યારે બીજા કોંગી ઉમેદવાર કનુ મકવાણાએ મેન્ડેટ નહીં આવે તેવું વિચારી અપક્ષમાં ફોર્મ ભર્યું હતું. જોકે છેલ્લે કોંગ્રેસે કનુ મકવાણાને મેન્ડેટ આપ્યો હતો. ફોર્મ ચકાસણી દરમિયાન કોંગી ઉમેદવાર કેતન પરમારને મેન્ડેટ ન મળતાં તેમનું ફોર્મ રદ થયું હતું. બીજી તરફ કનુ મકવાણાને કોંગ્રેસનો મેન્ડેટ તો મળ્યો હતો, પણ તેમણે અપક્ષ ફોર્મ ભર્યું હોવાથી તેમનું અપક્ષ તરીકેનું ફોર્મ મંજૂર થયું હતું. આમ રણોલી-2 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં ભાજપ, આપ અને અપક્ષ વચ્ચે ચૂંટણીનો જંગ જામશે.

બીજી તરફ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, છેલ્લી ઘડીએ અપક્ષ ઉમેદવાર કનુ મકવાણાને કોંગ્રેસે મેન્ડેટ આપ્યું હતું. જ્યારે કોંગ્રેસ તરફથી કેતન ઉમેદવારે ફોર્મ ભરતાં તેમનું ફોર્મ રદ થયું હતું. કનુ મકવાણા ભલે અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે, પણ તેમને કોંગ્રેસનો ટેકો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો