માંગણી:હોસ્પિટલ અને તબીબ સામે તપાસ સમિતિની રચના કરો

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇન્સ્યોરન્સ કંપનીને વ્યાજ સાથે રકમ ચૂકવવા આદેશ
  • રૂા.2.21 લાખની સામે રૂા.1.20 લાખ જ મંજૂર કર્યા હતા

કોરોનાની સારવાર કરાવ્યા બાદ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા બિલનાં રૂા.2,21,271ની રકમ સામે માત્ર રૂા.1,20,086 જ ચૂકવવામાં આવતાં ગ્રાહક કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગ્રાહક કોર્ટે ઇન્સ્યોરન્સ કંપનીને રૂા.1.20 લાખ 9 ટકાના વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ ફરિયાદમાં જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખે કોરોનાકાળમાં કઇ હોસ્પિટલ કે ડોક્ટર દ્વારા વધુ નાણાં વસૂલવામાં આવ્યાં છે તેની તપાસ માટે સમિતિની રચના કરવાનો પણ આદેશ કર્યો હતો.

જાગૃત નાગરિક પી.વી. મુરજાણીએ જણાવ્યું હતું કે, અલ્પાબહેન ફડિયાના પતિને બેંકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ઇન્સ્યોરન્સ કંપનીએ બીલમાંથી માત્ર રૂા.1,20,086 ચૂકવતાં અલ્પાબહેને ગ્રાહક કોર્ટમાં ઇન્સ્યોરન્સ કંપની સામે ફરિયાદ કરી હતી. આ ફરિયાદ ચાલી જતાં ગ્રાહક કોર્ટે ઉપરોક્ત હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...