વિવાદ:યુનિવર્સિટીની ભરતીમાં ગેરરીતિ તપાસ કમિટિ રચો : બુટા

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • રાજયપાલને પત્ર લખીને રજૂઆત કરાઇ

એમ.એસ.યુનિવર્સિટીના ભરતી વિવાદમાં બુટાએ પણ ઝંપલાવ્યું છે. બરોડા યુનિવર્સિટી ટીચર્સ એસો.(બુટા)એ રાજયપાલને પત્ર લખીને તપાસ કમિટી રચવા સાથે ભરતી પ્રકરણ સહિતના મુદાઓને ધ્યાનમાં રાખીને વાઇસ ચાન્સેલરના રાજીનામાની માંગણી કરી છે.

બુટા દ્વારા જણાવાયું હતું કે ભરતીમાં વ્હાલા દવાલાની નિતી અપનાવામાં આવી છે. સિન્ડિકેટ સભ્યોએ પણ ભરતી કૌંભાડ થયું હોવાના આક્ષેપો સાથે શિક્ષણ મંત્રી,મુખ્ય મંત્રી, ધારાસભ્યને પણ રજૂઆતો કરી છે. બુટા દ્વારા પણ 2019 માં યુજીસી અને એઆઇસીટીના નિયમોના ઉલ્લંઘન વિરુધ્ધ નાછૂટકે બુટા દ્વારા હાઇકોર્ટમાં પિટીશન કરી હતી. જેનો જવાબ યુનિવર્સિટી દ્વારા અત્યાર સુધી દાખલ કરવામાં આવ્યો નથી. એનઆઇઆરએફ રેન્કીંગમાં ટેકનોલોજી ફેકલ્ટીમાં છેલ્લા ત્રણ વર્ષમાં 32. 87 કરોડ વાપરવામાં આવ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

રીકોલ ધ વાઇસ ચાન્સેલર એટલે કે વીસીને તેમના પદ પરથી હટાવવા માંગણી કરાઇ છે. આ ઉપરાંત કથિત ભરતી પ્રક્રિયામાં થયેલી ગેરરિતી થઇ હોવાનું જણાઇ રહ્યું છે જેથી તેની વિરુધ્ધ તપાસ સમિતિની રચના કરવામાં આવે જેથી સત્ય બહાર આવી શકે. અગાઉ પીએચડી વગર પણ ભરતી પ્રક્રિયા કરી પ્રોફેસર બનાવાયાના કિસ્સા છે તેની પણ તપાસ કરવા માંગ કરી છે.

માહિતી નહીં અપાય તો પ્રતિક ધરણાંની ચીમકી
યુનિવર્સિટીમાં કથીત ભરતી કૌંભાડ સામે સેનેટ-સિન્ડિકેટ સભ્યો મેદાનમાં પડયા છે. શિક્ષણમંત્રીથી લઇને મુખ્યમંત્રી સુધી રજૂઆતો બાદ સેનેટ-સિન્ડિકેટ સભ્યો દ્વારા યુનિવર્સિટી સત્તાધીશોને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે અને જો બે દિવસમાં માહિતી આપવામાં નહિ આવે તો પ્રતીક ધરણાં કરીને વિરોધ નોંધાવવાની ચીમકી અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...