તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Forests Are Being Prepared In 28 Villages Of Vadodara, Miawaki Forest Of 12 Thousand Trees Has Been Planted In Tulsipura, Workers Have Got Employment

ગુજરાતમાં મિયાવાકીથી જંગલ ઉછેર:વડોદરાના 28 ગામમાં વન તૈયાર થઇ રહ્યા છે, તુલસીપુરામાં 12 હજાર વૃક્ષોનું મિયાવાકી જંગલ ઉછેર્યું, શ્રમિકોને રોજગારી મળી

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડોદરા જિલ્લામાં મિયાવાકી પદ્ધતિથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માધ્યમથી ગ્રામ મીયાવાકી વનોનો ઉછેર થઇ રહ્યો છે
  • મિયાવાકી ટેક્નિકથી 100 વર્ષની ઉંમર હોય એવું પ્રગાઢ જંગલ માત્ર 10 વર્ષમાં ઉછેરી શકાય છે

જળ વાયુ પરિવર્તનને કારણે પર્યાવરણને લગતી અનેક સમસ્યાઓ ઊભી થઈ છે. ગ્લોબલ વોર્મિંગના પડકારોને પહોંચી વળવાનો એકમાત્ર ઉપાય મહત્તમ વૃક્ષોનું વાવેતર છે. માનવ જીવનમાં વૃક્ષોનું અનેરૂ મહત્વ છે. આપણા પ્રાચીન શાસ્ત્રોમાં પણ વૃક્ષોનો મહિમાગાન કરવામાં આવ્યો છે. વૃક્ષો માનવીને પ્રાણવાયુ પુરો પાડે છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની તુલસીપુરા ગ્રામ પંચાયતે પર્યાવરણનું સંતુલન જાળવવા એક અનોખી પહેલ કરી રોજગારીના સર્જન સાથે એક જ વર્ષમાં વિવિધ 20 પ્રજાતિના 12 હજાર જેટલા વૃક્ષો ઉછેરી ગામ વન ઉભુ કરી અન્ય ગામો માટે અનુકરણીય ઉદાહરણ પુરૂ પાડ્યું છે. જેને પરિણામે આજે ગામમાં એક હરિયાળું લીલુંછમ વન લહેરાઈ રહ્યું છે.

4350 માનવ દિન જેટલી રોજગારી પણ ઉભી થઇ
હવે તમને થતું હશે કે, એક જ વર્ષમાં આવું કંઈ શક્ય બને ખરુ? હા પણ આ સાચે જ સાકાર થયું છે. તુલસીપુરા ગ્રામ પંચાયતે વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા યોજના હેઠળ મિયાવાકી પદ્ધતિથી રોજગારીના સર્જન સાથે ગત વર્ષે એક હેક્ટર પડતર જમીન વિસ્તારમાં 12 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરી ઘનિષ્ઠ વન ઉભુ કરવામાં આવ્યું છે. ગામને હરિયાળું બનાવવા સાથે ગ્રામજનોને 4350 માનવ દિન જેટલી રોજગારી પણ ઉભી થઇ હતી. આ હરિયાળા ગામ વનમાં ગોરસ આંબલી, સાદળ, જાંબુડો, વાંસ, ગુંદા, કદમ, કાલીદ, લીમડો,સપ્તપદી, પેસ્ટ્રો, ગોરાળ, રેટ્રી, આમરી, કનજ, નીલગીરી, ગુલમોર, શિશુ, બંગાળી, સીતાફળ અને ખાટી આમલી સહિત 20 પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

મિયાવાકી ટેક્નિકથી 100 વર્ષની ઉંમર હોય એવું પ્રગાઢ જંગલ માત્ર 10 વર્ષમાં ઉછેરી શકાય છે
મિયાવાકી ટેક્નિકથી 100 વર્ષની ઉંમર હોય એવું પ્રગાઢ જંગલ માત્ર 10 વર્ષમાં ઉછેરી શકાય છે

3 લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું
વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.જે.પંડ્યાએ જણાવ્યું કે વડોદરા જિલ્લામાં મનરેગા યોજના હેઠળ વર્ષ 2020-21માં મિયાવાકી પદ્ધતિથી 28 જેટલા ગામોમાં ઘનિષ્ઠ વનીકરણ કરી એક લાખ જેટલા રોપાઓ ઉછેરમાં આવ્યા છે. ગામડાઓને હરિયાળા બનાવવા સાથે મનરેગા હેઠળ 80 હજાર માનવ દિન રોજગારીના ઉત્પાદન સાથે શ્રમજીવીઓને રૂ.20 લાખ જેટલું વેતન ચૂકવામાં આવ્યું છે.વડોદરા જિલ્લામાં વર્ષ 2020-21માં મનરેગા હેઠળ 5 લાખ માનવ દિન રોજગારી ઊભી કરીને શ્રમજીવીઓને રૂ.12 કરોડ જેટલી માતબર રકમ તેમના બેંક ખાતામાં સીધી જમા કરાવવામાં આવી છે. વડોદરા જિલ્લામાં મનરેગા હેઠળ તળાવ કિનારે કે, અન્ય પડતર જમીનમાં 3 લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.

શું છે મિયાવાકી પધ્ધતિ ?
મિયાવાકી એ એવી પદ્ધતિ છે જેની જાપાનીઝ વનસ્પતિશાસ્ત્રી અકીરા મિયાવાકી દ્વારા શોધ કરવામાં આવી હતી. આ પદ્ધતિમાં એક જ વિસ્તારમાં શક્ય તેટલું નજીક વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે, જે ન ફક્ત જગ્યા બચાવે છે, પરંતુ, વાવેતર કરેલા રોપાઓ એકબીજાને વૃદ્ધિ અને સૂર્યપ્રકાશને જમીન પર પહોંચવામાં મદદ કરે છે અને નિંદામણના વિકાસને અટકાવે છે. રોપાઓ ત્રણ વર્ષ પછી જાળવણી મુક્ત બને છે.આ પદ્ધતિથી છોડનો દસ ઘણો ઝડપી વિકાસ થવા સાથે 30 ઘણું ગાઢ જંગલ બને છે.

વડોદરા જિલ્લામાં મિયાવાકી પદ્ધતિથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માધ્યમથી ગ્રામ મીયાવાકી વનોનો ઉછેર થઇ રહ્યો છે
વડોદરા જિલ્લામાં મિયાવાકી પદ્ધતિથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માધ્યમથી ગ્રામ મીયાવાકી વનોનો ઉછેર થઇ રહ્યો છે

મારા ઘરના વાડામાં કે મારા ખેતરમાં મારું જંગલની કલ્પના સાકાર
વૃક્ષ વિકાસની એક પૂર્વ શરત છે. હરિયાળીથી વિકાસ તંદુરસ્ત બને છે અને દર્શનીય બને છે. વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ મનરેગાની મદદથી મીયાવાકી જંગલ ઉછેરવાનું આયોજન કરીને વૃક્ષ ઉછેરને રોજગારી સાથે જોડી સમતોલ વિકાસનો એક નવો માર્ગ ચીંધ્યો છે. જંગલ ઉછેરવા ખૂબ વિશાળ જમીન જોઈએ એ માન્યતા મિયાવાકીએ બદલી નાખી છે. મારા ઘરના વાડામાં કે મારા ખેતરમાં મારું જંગલની કલ્પના સાકાર કરવામાં આ પદ્ધતિ ઉપયોગી બની શકે છે.

મિયાવાકી ટેક્નિકથી 100 વર્ષની ઉંમર હોય એવું પ્રગાઢ જંગલ માત્ર 10 વર્ષમાં ઉછેરી શકાય છે
જાપાનના અકિરા મિયાવાકીએ ટુંકા ગાળામાં ઘટાદાર અને ગાઢ જંગલ ઉછેરવાના હેતુસર આ પદ્ધતિ વિકસાવી છે. વિશ્વના અનેક દેશોએ વનસ્પતિ શાસ્ત્રી મિયાવાકીની આ પદ્ધતિ અપનાવી જંગલ નિર્માણ કર્યાં છે. કહેવાય છે કે, 100 વર્ષની ઉંમર હોય એવું પ્રગાઢ જંગલ આ પદ્ધતિથી માત્ર 10 વર્ષમાં ઉછેરી શકાય છે. આજે આ પદ્ધતિ હેઠળ ભારત સહિત વિશ્વના કેન્યા, ઓસ્ટ્રેલિયા, કોરિયા, જાપાન, અમેરિકા સહિતના દેશોમાં નાના મોટા જંગલ ઉછેરવામાં આવી રહ્યાં છે.

છોડનો દસ ઘણો ઝડપી વિકાસ થવા સાથે 30 ઘણું ગાઢ જંગલ બને છે
છોડનો દસ ઘણો ઝડપી વિકાસ થવા સાથે 30 ઘણું ગાઢ જંગલ બને છે

નાના વૃક્ષો, મધ્યમ કદના વૃક્ષો અને વિશાળ વૃક્ષોની વાવણી કરી શકાય છે
મિયાવાકી પ્રક્રિયામાં ત્રણ પ્રકારના સ્તરોએ વૃક્ષોની વાવણી કરવામાં આવે છે, જેથી બે છોડ વચ્ચેનું અંતર સમાન રહે. પ્રથમ સ્તરને નિમ્ન સ્તરીય રોપા જેમ કે, શેતુર, નગોળ, અરડૂસી, સીતાફળ, કરેણ, જામફળ વગેરે પાકોનું ઉત્પાદન થાય છે. માધ્યમ સ્તરીય રોપામાં ગુલમહોર, બદામ, બંગાળી બાવળ વગેરે જેવા રોપા રોપવામાં આવે છે. ઉચ્ચ સ્તરીય રોપામાં પીપળ, દેશી બબૂલ, ખાટી આમલી, શિરસ તથા કોઠા જેવા વૃક્ષો વાવવામાં આવે છે. જમીનની ઉપર ડોડી તથા મધુનાશીની જેવા ઔષધીય અને કોળા, દૂધી જેવા શાકભાજીના છોડ લગાડવામાં આવે છે. તેમજ જમીનની અંદર શતાવરી, સુરણ, રતાળુ, હળદર તથા આદુ જેવા રોપા લગાવવામાં આવે છે.

મિયાવાકી પદ્ધતિ
-2 બાય 2 ફૂટના અંતરે વૃક્ષ વવાય છે.
-છોડનો વિકાસ 10 ગણી ઝડપે થાય છે.
-પૂરેપૂરા છોડને માવજત મળે છે.
-સમગ્ર છોડ સિંચવામાં આવે છે.
-આમાં થડ પ્રમાણમાં પાતળું રહે છે.

એક હેક્ટર પડતર જમીન વિસ્તારમાં 12 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરી ઘનિષ્ઠ વન ઉભુ કરવામાં આવ્યું
એક હેક્ટર પડતર જમીન વિસ્તારમાં 12 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરી ઘનિષ્ઠ વન ઉભુ કરવામાં આવ્યું
અન્ય સમાચારો પણ છે...