માંગ:સ્માર્ટ સિટીના 2350 કરોડના કામોનું ફોરેન્સિક ઓડિટ જરૂરી

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રોજેક્ટ અંગે સીબીઆઈ અને એસીબીમાં ફરિયાદ
  • કલાજગત સાથે સંકળાયેલા દવે હાઇકોર્ટમાં પણ જશે

શહેરમાં ચાલી રહેલા સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ શંકાના દાયરામાં આવ્યા છે અને તેની તપાસ કરવા માટે શહેરના એક નાગરિકે સીબીઆઇ અને એસીબીમાં ઓનલાઈન ફરિયાદ પણ કરી છે. કલા જગત સાથે સંકળાયેલા પુલકિત દવેએ જણાવ્યું હતું કે વર્ષ 2016માં પાલિકા દ્વારા જમીનદોસ્ત કરાયેલી આર્ટ ગેલેરી પાંચ વર્ષે પણ પરત મળી નથી અને આ સમયગાળામાં ચાર મ્યુનિસિપલ કમિશનર તો બે મેયર પણ બદલાઈ ગયા છે.

આર્ટ ગેલેરીને તોડીને કમાન્ડ સેન્ટર બનાવાયું છે તે સમયે 1000 સીસીટીવી કેમેરા અને 100 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો પરંતુ આ પ્રોજેક્ટ ક્યારે કેટલી કિંમત થી કયા સેન્ટરથી અપાયો છે તેની તપાસ થવી જરૂરી છે કારણ કે બીજા શહેરોમાં આ પ્રોજેક્ટ ચાલે છે પરંતુ વડોદરા કરતા અનેક ગણી સસ્તી કિંમતે પ્રોજેક્ટ પૂરા કર્યા છે તેવો પણ તેમણે દાવો કર્યો હતો.

સ્માર્ટ સિટીના રૂ.2350 કરોડ રૂપિયાના કામોની વિવિધ દરખાસ્તો કે જે પાઇપલાઇનમાં છે અને કેટલાક અધૂરા બાંધકામ હેઠળ છે ત્યારે તેનું ફોરેન્સિક ઓડિટ થવું જોઈએ અને ફંડ સરકાર પણ આપી રહી છે ત્યારે સીબીઆઈ અને એસીબીએ તેની તપાસ થાય તે જરૂરી છે અને તેના માટે ટૂંક સમયમાં હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરવાની પણ તૈયારી છે.એમ તેમણે ઉમેેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...