તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:ક્વોરન્ટાઇનમાં અસુવિધાથી MSUના વિદેશી છાત્રો ત્રસ્ત

વડોદરા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બાંગ્લાદેશના 6, આફ્રિકાનો 1 વિદ્યાર્થી પોઝિટિવ હતા
 • વિક્રમબાગના વોર્ડન સામે પણ ગેરવર્તનના આક્ષેપ

એમ.એસ. યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓને ક્વોરન્ટાઇન દરમિયાન સુવિધા અપાઇ ન હોવાના આક્ષેપો કરાયા છે. આ ઉપરાંત વિક્રમબાગના વોર્ડન સામે પણ ગેરવર્તન કરવાના આક્ષેપો પણ વિદ્યાર્થીઓએ કર્યા છે. કોરોના પોઝિટિવ આવ્યા પછી બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને ટી.કે. ગજ્જર હોલમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. બાંગ્લાદેશના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, અમે 4 નહિ, પણ 6 બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ અને 1 આફ્રિકન વિદ્યાર્થી મળી કુલ 7ને કોરોના પોઝિટિવ થયા હતા.

તમામને ટી.કે. ગજ્જર હોલમાં ઉપરના માળે રખાયા હતા, જ્યાં કોઇ સુવિધા અપાઈ નહતી. 40 ડિગ્રી ગરમીમાં અમે પરેશાન થઇ ગયા હતા. ખૂબ ખરાબ હાલતમાં રાખવામાં આવ્યા હતા. 10 દિવસનો ક્વોરન્ટાઇનનો સમય હતો, પરંતુ રજા હોવાથી અમે 12 દિવસ રહ્યા હતા. અમારા રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ અમને વિક્રમબાગમાં જવા દેવાયા નહોતા. વિક્રમબાગના વોર્ડન પણ અમારી સાથે અસભ્ય વર્તાવ કરી રહ્યા છે. આ અંગે અમે આઇસીએમઆરમાં પણ ફરિયાદ કરી છે. આ અંગે સતાધીશો કોઈ ધ્યાન આપતાં નથી.

વિદ્યાર્થીઓની ફરિયાદનું સમાધાન થઇ ગયું છે
વિદ્યાર્થીઓએ જે પણ ફરિયાદ કરી છે તેનું સમાધાન થઇ ગયું છે. વિદ્યાર્થીઓને રૂબરૂ મળીને તેમની સમસ્યા સાંભળવામાં આવી છે. જ્યારે તેમને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા ત્યારે ગરમીની ફરિયાદ કરી હતી. જેથી તેમને કુલરની વ્યવસ્થા પણ તાત્કાલિક કરી આપવામાં આવી હતી. વોર્ડન સાથે જે પણ સમસ્યા હતી તેનો પણ ઉકેલ લાવી દેવામાં આવ્યો છે. > ધનેશ પટેલ, ડાયરેક્ટર ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો