વિદેશ મંત્રીનું વડોદરા એરપોર્ટ પર સ્વાગત:વિદેશ મંત્રી એસ. જયશંકર અને 60 રાજદૂત આજે ગરબા નિહાળશે, MSUના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે

વડોદરા2 મહિનો પહેલા
વિદેશના રાજદૂતોને લઈને વડોદરા આવી પહોંચેલા વિદેશ મંત્રીનું શહેર ભાજપ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુંય
  • હરણી એરપોર્ટ પર ગરબા દ્વારા વિદેશ મંત્રી અને રાજદૂતોનું સ્વાગત કરાયું

ઉત્સવ પ્રિય વડોદરાનગરીમાં અભૂતપૂર્વ ઉત્સાહ અને અનેરા ઉમંગ સાથે નવરાત્રિ મહોત્સવની ઉજવણી થઇ રહી છે. આજે વડોદરા ખાતે વિદેશ મંત્રી એસ. જયશંકર અને વિવિધ 60 દેશના રાજદૂતો આવી પહોંચ્યા હતા. હરણી વિમાની મથકે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદેશી મંત્રીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે વડોદરામાં દિવસ પસાર કરવામાં આવશે અને વિશ્વ વિખ્યાત વડોદરાના ગરબાનો આનંદ લઇશું. રાજદૂતોને ગુજરાતમાં થયેલો વિકાસ જોવાની ભારે ઉત્સુકતા છે.

વડોદરામાં રહેતા વિદેશીઓ દ્વારા તેઓના દેશના રાજદૂતોનું ફ્લેગ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડોદરામાં રહેતા વિદેશીઓ દ્વારા તેઓના દેશના રાજદૂતોનું ફ્લેગ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગરબાની રમઝટ સાથે સ્વાગત
વડોદરા હરણી વિમાની મથકે આવી પહોંચેલા વિદેશ મંત્રી અને રાજદૂતોનું શહેર ભાજપા દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હાલમાં નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો હોવાથી અને વડોદરાના ગરબા વિશ્વ ફલક ઉપર જાણીતા હોવાથી વિદેશી મંત્રીની સાથે આવેલા રાજદૂતોનું ગરબાની રમઝટ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. વિવિધ દેશોમાંથી આવેલા રાજદૂતોને તેમના દેશના ફ્લેગ લહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

હરણી વિમાની મથકે વિદેશ મંત્રીનું સ્વાગત.
હરણી વિમાની મથકે વિદેશ મંત્રીનું સ્વાગત.

આજે વડોદરામાં રોકાણ કરશે
વિદેશ મંત્રી એસ. જયશંકરે હરણી વિમાની મથકે પત્રકારો સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે, વિવિધ દેશોના રાજદૂતો સાથે વડોદરામાં આજનો દિવસ રોકાણ કરવાનું છે. આવતીકાલે 2જી ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે રાત્રી રોકાણ કરીશું. વિવિધ દેશોમાંથી આવેલા રાજદૂતોને ગુજરાતમાં થયેલા વિકાસને જોવા માટે ભારે ઉત્સુક છે. તે સાથે આજે રાત્રે તેઓની સાથે વડોદરાના જાણીતા યુનાઇટેડ વેના ગરબા નિહાળશું. આ ઉપરાંત લક્ષ્મીવિલાસ પેલેસની મુલાકાત લેનાર છે.

ગરબા દ્વારા વિદેશ મંત્રી અને વિદેશી સ્વાગત.
ગરબા દ્વારા વિદેશ મંત્રી અને વિદેશી સ્વાગત.

ભારત માતાકી જયના નારા લાગ્યા
વિદેશ મંત્રીની સાથે આવેલા વિવિધ દેશના 60 જેટલા રાજદૂતોનું મેયર કેયુર રોકડિયા, ડેપ્યુટી મેયર નંદાબહેન જોશી, સાંસદ રંજનબેન ભટ્ટ, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ, કાઉન્સિલરો સહિત મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. હરણી એરપોર્ટ ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...