કાર્યવાહી:કન્ટેનરમાં પ્લાસ્ટિકના દાણાની બેગની આડમાં લવાતો વિદેશી દારૂ ઝડપાયો, ચાલકની ધરપકડ: 49.97 લાખનો મુદામાલ જપ્ત

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

છાણી પોલીસે કન્ટેઇનરમાં પ્લાસ્ટિકના દાણા ભરેલી બેગની આડમાં લઇ જવાતા વિદેશી દારૂના જથ્થાને જીએસએફસી બ્રિજ નજીકથી ઝડપી દારૂ,કન્ટેઇનર તથા પ્લાસ્ટિકના દાણા ભરેલી બેગનો જથ્થો મળી કુલ રૂ. 49.97 લાખની મત્તા જપ્ત કરી હતી. જ્યારે કન્ટેઇનર ચાલકને ઝડપી લીધો હતો.એક બંધ બોડીનું કન્ટેઇનર જેમાં પ્લાસ્ટિકના દાણા ભરેલા છે તેની આડમા વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઇ રહ્યો છે. અને કન્ટેઇનર દુમાડ કટથી જી.એસ.એફ.સી તરફથી વાસદ તરફ જઈ રહ્યું છે. જે માહિતીના આધારે છાણી પોલીસે સ્થળ પર વોચ ગોઠવી હતી. દરમ્યાન કન્ટેઇનર આવતા જ પોલીસે તેને બ્રિજ નજીક રોકાવી કન્ટેઇનરની તપાસ શરૂ કરી હતી.

જેમાં પ્લાસ્ટિકના દાણા ભરેલી 960 નંગ બેગ મળી આવી હતી. બેગ હટાવીને જોતા તેની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કન્ટેઇનર ચાલકની પૂછપરછ કરતા તે હરિયાણાના શરીફગઢ ખાતે રહેતો 46 વર્ષનો મનજીતસિંગ ઉર્ફે મુન્નો તેજાસિંગ હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેને ઝડપી લઈ રૂ. 62,736ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો, 19 લાખની કિંમતનું કન્ટેઇનર, રૂ. 30.34 લાખની કિંમતના પ્લાસ્ટિકના દાણા ભરેલી 960 બેગ અને એક મોબાઈલ મળી કુલ રૂ. 49,97,988ની મત્તા જપ્ત કરી હતી. વિદેશી દારૂનો જથ્થો અનિલ ઉર્ફે સોનુ ચૌધરીએ ભરાવ્યો હોવાનું પૂછપરછમાં સામે આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...