તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂની હેરાફેરી:બૂટલેગરોએ સરહદો ભેદી વિદેશી દારૂ વડોદરામાં ઘૂસાડ્યો, 25 લાખના મુદ્દામાલ સાથે 5 ઝડપાયા

વડોદરા22 દિવસ પહેલા
વિદેશી દારૂ સાથે પાંચ યુવાનો ઝડપાયા.
  • પોલીસે અંદાજે 345 વિદેશી દારૂની પેટી, બિયરનો જથ્થો કબજે કર્યો

શહેરમાં પોલીસ તંત્રની વોચ હોવા છતાં બૂટલેગરો તમામ સરકારી સરહદો ભેદી વિદેશી દારૂ વડોદરામાં લાવી રહ્યા છે. ત્યારે વડોદરામાં લાવવામાં આવેલો વિદેશી દારૂનો જંગી જથ્થો બાપોદ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે વિદેશી દારૂ અને બિયર મળી કુલે રૂપિયા 25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તે સાથે પાંચ શખ્સોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે બાતમી આધારે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
મળેલી માહિતી પ્રમાણે બાપોદ પોલીસ મથકના એ.એસ.આઇ જેયંતિભાઈને ચોક્કસ માહિતી મળી હતી કે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો આજવારોડ ખાતેથી પસાર થવાનો છે. જેના આધારે પોલીસે આજવા રોડ પર આવેલા ગોકુલ નગર અને મારુતિ નગરમાં વોચ ગોઠવી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. આ દારૂનો જથ્થો આજવા રોડ સુપર બેકરીની પાછળ આવેલા બંટીભાઇના કેટરર્સના ગોડાઉનમાં પહોંચાડવાનો હોવાની માહિતી જાણવા મળી છે.

પીકઅપ વાનમાં દારૂની હેરાફેરી ચાલતી હતી.
પીકઅપ વાનમાં દારૂની હેરાફેરી ચાલતી હતી.

3 વાહનોમાં દારૂનો જથ્થો મળી આવ્યો
પોલીસે અંદાજે 345 વિદેશી દારૂની પેટી, બિયરનો જથ્થો, 3 વાહનો મળી અંદાજે રૂપિયા 25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આ બનાવમાં સુરેશ રાજપૂત, ભરત કહાર, બ્રિજેશ રાજપૂત, કમલેશ જયસ્વાલ અને બલરામ શર્માની અટકાયત કરી હતી. તેઓ સામે પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રણ વાહનો પણ કબજે કરવામાં આવ્યા.
ત્રણ વાહનો પણ કબજે કરવામાં આવ્યા.