તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:વડોદરાના બિઝનેસમેન પાસેથી 19.35 લાખ રૂપિયા લીધા બાદ પણ વિદેશી કંપનીએ સ્ક્રેપનો સામાન ન મોકલ્યો, સાયબર ક્રાઇમમાં ફરિયાદ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસે બિઝનેસમેનની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી

ઓનલાઇન બિઝનેસ પણ હવે વેપારીઓ માટે જોખમરૂપ સાબિત થઇ રહ્યો છે. વિદેશી કંપનીએ વડોદરાના વેપારી પાસેથી રૂપિયા 19.35 લાખ રૂપિયા તબક્કાવાર પડાવી લઇને સ્ક્રેપનો સામાન મોકલાવ્યો ન હતો. આ અંગે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ કરતાં વેપારીએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

યુરોપના શખ્સે કોમ્પ્યુટર પ્રોસેસિંગ યુનિટના સ્ક્રેપનો ભાવ મંગાવ્યો હતો
વડોદરાના ગોત્રી, લક્ષ્મીપુરા રોડ વિસ્તારમાં ક્રિષ્ના રેસિડેન્સીમાં રાજેશભાઇ પટેલ પરિવાર સાથે રહે છે અને સુભાનપુરા વિસ્તારમાં એન્જિમ એક્સપોર્ટના નામે સ્ક્રેપનો ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસ કરે છે. બિઝનેસમેન રાજેશભાઇ પટેલે સાઇબર સેલમાં નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, નવેમ્બર-2020માં યુરોપના સુલેમાન માર્ટિન નામના શખ્સે વોટ્સએપ પર મેસેજ મોકલી કોમ્પ્યુટર પ્રોસેસિંગ યુનિટના સ્ક્રેપનો ભાવ મંગાવ્યો હતો.

એક ટન કોમ્પ્યુટર પ્રોસેસિંગ યુનિટના સ્ક્રેપનો ઓર્ડર આપ્યો હતો
દરમિયાન, 26 નવેમ્બર-2020ના રોજ મેઇલ મારફતે ઠગ ટોળકીએ સંપર્ક કર્યો હતો અને ઇન્સ્યોરન્સ પેટે રૂ.10,000 મંગાવ્યા હતા. મેં તેઓને 300 કિલોનો ઓર્ડર આપતા લોજીસ્ટીક કંપની એક ટનથી ઓછો માલ આપતી નથી. તેમ કહેતા મેં એક ટન કોમ્પ્યુટર પ્રોસેસિંગ યુનિટના સ્ક્રેપનો ઓર્ડર આપ્યો હતો.

તબક્કાવાર ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા
ત્યારબાદ 50 ટકા પેમેન્ટ એડવાન્સ આપવું પડશે, ઇન્સ્યોરન્સ કરાવવો પડશે તેમજ મટીરીયલ મિસપ્લેસ થઈ ગયું છે અને કોર્ટમાંથી સેટલમેન્ટ કરવું પડશે, તેમ જણાવી ન્યૂ ઇન્ડિયા બેંક, પંજાબ નેશનલ બેંક અને એક્સિસ બેંકના ખાતામાં તબક્કાવાર ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.

19.35 લાખ રૂપિયા પડાવી લીધા
ફરિયાદમાં જણાવ્યું છે કે, ઠગોએ હજી સુધી સ્ક્રેપ તેમજ રૂપિયા પરત મોકલ્યા નથી અને 19.35 લાખ રૂપિયા પડાવી લીધા હતા. સાઇબર સેલે બિઝનેસમેન રાજેશભાઇ પટેલની ફરિયાદના આધારે ભેજાબાજો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...