તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં પુત્રવધૂની દાદાગીરી:પહેલાં સાસુ-સસરાને અને પછી પતિ-પુત્રીને કાઢી મૂકી ઘર પર કબજો જમાવ્યો, હવે બીજાં ભાડે રહેવા મજબૂર

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતી પુત્રવધૂ સામે વૃદ્ધાની શી ટીમને અરજી

કોરોનાકાળમાં એક તરફ અનેક લોકો અજાણ્યા દર્દીઓની મદદ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ શહેરના પોશ વિસ્તારમાં રહેતી એક મહિલાએ લકવાગ્રસ્ત સસરા, સાસુ, પતિ અને સગીર દીકરીને ઘરેથી કાઢી મૂકી મકાન પર કબજો કરી લીધો હતો. હાલ ભાડે રહેતાં વૃદ્ધાએ પુત્રવધૂ સામે શી ટીમમાં અરજી આપી હતી.

વૃદ્ધાએ શી ટીમ સમક્ષ કરેલી અરજીમાં રજૂઆત કરી છે કે, તેમના પતિ લકવાગ્રસ્ત છે અને તેમની માલિકીનું મકાન ઇલોરાપાર્કમાં છે. તેમના પુત્રના લગ્ન થઇ ગયા છે અને તેને સંતાનમાં એક દીકરી છે. પુત્રના લગ્ન થતાં જ પુત્રવધૂએ તેમને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને પતિ સાથે પણ તે ઝઘડા કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી હતી. પુત્રવધૂ વારંવાર અમને તમે પુત્ર પર આશ્રિત છો અને મારા પતિના પૈસા પર જીવો છે, તેવાં મહેણાં- ટોણાં મારતી હોવાના કારણે આઘાત લાગતાં વૃદ્ધ પતિ નિવૃત્ત થતાં તેમણે ફરી નોકરી શરૂ કરી હતી અને અન્ય શહેરમાં રહેવા જતા રહ્યા હતા, તેમ છતાં પુત્રવધૂ પરેશાન કરતી હતી.

પુત્રવધૂ અમને પુત્ર સાથે ફોન પર વાત પણ કરવા દેતી ન હતી અને માનસિક રીતે પડી ભાંગલા પતિને લકવાનો હુમલો આવ્યો હતો અને અમે પુત્રના ઘરે રહેવા માટે ગયા હતા.જોકે થોડા દિવસોમાં જ પુત્રવધૂએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ત્યાર બાદ તેના પતિ સાથે પણ ઝઘડા શરૂ કર્યા હતા અને તેને પણ ઘરેથી કાઢી મૂક્યા બાદ પુત્રવધૂએ સગીર દીકરીને પણ પતિને આપી દીધી હતી અને ઘર પર કબજો જમાવી દીધો હતો. વૃદ્ધાએ ન્યાય અપાવવા શી ટીમને અરજી આપી છે.

પતિએ મકાન ભાડે રાખતાં પત્ની દીકરીને મૂકી ગઇ
પત્ની ખૂબ જ ઝઘડા કરતી હોવાથી પતિ ભાડે મકાન રાખીને અલગ રહેવા લાગ્યો હતો. થોડા દિવસ બાદ પુત્રવધૂ તેની સગીર દીકરીને પતિના ઘરે મુકી ગઇ હતી. આખરે વૃદ્ધ દંપતી પુત્ર અને પૌત્રી સાથે વડોદરા રહેવા આવ્યા હતા. હાલ ભાડાના મકાનમાં રહે છે.

અન્ય સમાચારો પણ છે...