તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીની પળોજણ:અઠવાડિયાથી માળી મહોલ્લાના લોકો જગનું પાણી પીવા મજબૂર

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગંદંુ પાણી ન આવતું હોવાનો પાલિકાનો દાવો

દૂષિત પાણીના કારણે નાગરવાડા માળી મહોલ્લાના રહીશો છેલ્લા એક અઠવાડિયાથી પીવાનું પાણી ખરીદીને પી રહ્યા છે અને નળમાં આવતા પાણીનો ઉપયોગ કરવાનું ટાળી રહ્યા છે. નાગરવાડામાં કેટલાક દિવસોથી ગંદા પાણીની ફરિયાદો ઊઠી હતી અને તેમાં પણ વાવાઝોડા બાદ સ્થિતિ વકરી હતી. જેના પરિણામે એક જ અઠવાડિયામાં 3 મહિલાનાં મોત થયાંના આક્ષેપ કરાયા હતા. આ સંજોગોમાં પાલિકા તરફથી એક અઠવાડિયાથી જુદા જુદા વિસ્તારમાં રોજના 20 થી 25 જેટલા પાણીના નમૂના લેવામાં આવી રહ્યા છે અને ગંદા પાણીનો મૂળિયાં શોધવાની કામગીરી પૂરી થઈ ગઈ છે અને હવે રેન બસેરામાં તેને લગતી કામગીરી ચાલી રહી છે.

એટલું જ નહીં માળી મહોલ્લામાં હવે ગંદું પાણી આવતું નથી, તેવો દાવો પાલિકા કર્યો છે અને ત્યાં લોકોને પાણીની બોટલો આપીને સેમ્પલ લેવાઈ રહ્યાં છે અને તેનો ટેસ્ટ કરાવીને પાણી પીવાલાયક છે તેવી જાણ પણ કરવામાં આવી રહી છે. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, પાણી વિતરણ સમયે શરૂઆતમાં પાણી ગંદું અને ડહોળું આવી રહ્યું છે અને 10 મિનિટ બાદ પાણી ચોખ્ખું આવે છે. જોકે તકેદારીના ભાગરૂપે અમે પીવા માટે આ પાણીનો ઉપયોગ કરતા નથી અને જગ મગાવીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...