પડતા પર પાટુ:અઢી મહિનામાં ત્રીજીવાર પાઇપ્ડ ગેસમાં પ્રતિ યુનિટ રૂ. 3.45 વધ્યા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવો ભાવ વધારો 1 જૂનથી અમલી ગણાશે
  • નવો ભાવ રૂ. 47.15 થયો : 2 લાખ ગ્રાહકો પર વર્ષે રૂ. 15 કરોડનો બોજો

કેન્દ્ર સરકારે ગેસના બેઝિક ભાવમાં વધારો કરતા તેની સીધી અસર શહેરમાં પાઇપ મારફતે ઘરગથ્થુ ગેસ મેળવતા ગ્રાહકો પર થઈ છે. શહેરમાં પાઇપ મારફતે ઘરગથ્થુ ગેસ પહોંચાડતી વડોદરા ગેસ કંપનીએ 49 દિવસ બાદ ગેસના ભાવમાં રૂા. 3.45 પ્રતિ યુનિટનો વધારો કર્યો છે. જેના પગલે ગ્રાહકોએ નવો ભાવ રૂા. 47.15 ચૂકવવો પડશે. આ વધારાનો અમલ 1લી જૂનથી કરવામાં આવ્યો છે. અઢી મહિનામાં 3 વાર તબક્કાવાર રૂા. 17.54 પૈસાનો વધારો કરાયો છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલ અને ગેસનો ભાવ વધતા 77 દિવસમાં સતત ત્રીજી વાર VGL કંપનીએ ગેસના ભાવ વધાર્યા છે. કેન્દ્ર સરકારે ગેસના બેઝિક ભાવ વધારતા તેની અસર વડોદરા શહેરના ગ્રાહકો પર થઈ છે. ગેસ વિભાગે શુક્રવારે રૂ. 3.45 પ્રતિ યુનિટ દીઠનો વધારો કર્યો છે. જેના પગલે હવે ગ્રાહકોએ રૂ. 47.15 પ્રતિ યુનિટ ચૂકવવા પડશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ ઓક્ટોબર મહિનામાં VGL દ્વારા રૂ. 2.10 વધારો કરાયો હતો. ત્યારબાદ માર્ચ મહિનામાં રૂ. 6.04, એપ્રિલમાં રૂ. 8.05 અને હવે 49 દિવસ બાદ ફરીથી રૂ. 3.45નો વધારો ઝીંકયો છે. જેનાથી 2.05 લાખ ગ્રાહકો પર વર્ષે રૂા. 15 કરોડનો બોજો પડશે.

અન્ય સમાચારો પણ છે...