નિર્ણય:સતત બીજા વર્ષે પાલિકાની ઇ ડાયરી ઓનલાઈન મૂકાશે

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 2022ની ડાયરી પ્રસિધ્ધ નહીં કરવા નિર્ણય
  • 35 હજાર ડાયરી માટે 84 લાખ ખર્ચ થયો હતો

પાલિકા વર્ષ 2022 માટેની ડાયરી પ્રસિદ્ધ કરશે નહીં અને ઓનલાઈન ઇ ડાયરી મુકવાની કાર્યવાહી માટે મ્યુનિસિપલ કમિશનરને સત્તા આપવાની ભલામણ કરતી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકાની છેલ્લી ડાયરી વર્ષ 2020માં પ્રસિદ્ધ કરવામાં આવી હતી.જેમાં 35 હજાર ડાયરી ખાનગી એજન્સી મારફતે તૈયાર કરાવવામાં આવી હતી અને તેની પાછળ પ્રતિ ડાયરી ના રૂપિયા 84.24નો ખર્ચ કરાયો હતો અને કુલ 29.84 લાખનું ચુકવણું પાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું જોકે જાહેર જનતા માટે આ ડાયરી ની વેચાણ કિંમત માત્ર પચાસ રૂપિયા રાખવામાં આવી હતી.

પાલિકાના વર્તમાન બોર્ડની મુદત આઠ મહિના અગાઉ શરૂ થઈ હતી પરંતુ કોરોનાના કારણે કેન્દ્ર સરકારની સુચના મુજબ કેલેન્ડર ડાયરી શુભેચ્છા કાર્ડ સહિતની પ્રિન્ટિંગ કામગીરી ન કરવાનો આદેશ હતો અને તેનો અમલ પાલિકાએ કર્યો હતો જેના પરિણામે વર્ષ ૨૦૨૧ ની ફિઝિકલ ડાયરી પ્રસિદ્ધ કરવામાં ન આવી હતી અને એ ડાયરી પાલિકાની વેબસાઈટ પર ઓનલાઈન મુકવામાં આવી હતી.

જોકે, પોકેટ ડાયરી જારી કરવામાં આવી છે. વર્ષ 2022 માટે પણ ગત વર્ષના કેન્દ્ર સરકારના નિયમનું પાલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તે મુજબ ફિઝિકલ ડાયરી પ્રસિદ્ધ ન કરી નવા બોર્ડની વિગતો ઇ ડાયરી મારફતે જાણ કરવાની કાર્યવાહી હાથ પર લેવાની ભલામણ કરતી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...